રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 177 નોંધાયા હતા. રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોધાયા હતા. આ 12 પૈકી પાંચ બાળકો કોરોના પોઝિટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટના જેતપુર તાલુકાના અમરનગરના બે 10 વર્ષના, બે આઠ વર્ષના અને એક નવ વર્ષનો બાળક કોરોના પોઝિટીવ આવ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 177  કેસ નોંધાયા છે.  બીજી તરફ 66  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,298  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.67 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 41,031  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 52, રાજકોટ કોર્પોરેશનમાં 24,  સુરત  કોર્પોરેશનમાં 20, વડોદરા  કોર્પોરેશનમાં 15, રાજકોટમાં 12, વલસાડમાં આઠ, સુરતમાં પાંચ, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, ખેડામાં ચાર, કચ્છમાં ચાર, બનાસકાંઠામાં ત્રણ, જામનગર કોર્પોરેશનમાં ત્રણ, આણંદમાં બે, ગાંધીનગરમાં બે, ગાંધીનગર કોર્પોરેશનમાં બે, જૂનાગઢ કોર્પોરેશનમાં બે, અમદાવાદમાં એક, ભરૂચમાં એક, ભાવનગરમાં એક, ભાવનગર કોર્પોરેશનમાં એક, જામનગરમાં એક, મહેસાણામાં એક, નવસારીમાં એક, પંચમહાલમાં એક, સાબરકાંઠામાં એક, તાપીમાં એક અને વડોદરામાં એક નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 948  કેસ છે. જે પૈકી 10 વેન્ટીલેટર પર છે, જ્યારે 938 નાગરિકો સ્ટેબલ છે. 8,18,298 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10113 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

 

 

ગુજરાતના ક્યા મંત્રીની હાજરીમાં જ ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારી સામે મૂક્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જાણો શું કહ્યું ?

નવા વર્ષની શરૂઆતમાં આ નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, 10 જાન્યુઆરી સુધીમાં બનશે નિયમ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું 130 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર પડે એવી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપી શુભેચ્છા ?

BJPના અલ્પેશ ઠાકોરની પદયાત્રાામાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યનાં લાગ્યાં બેનર ? ભાજપના નેતાઓ વચ્ચે કોંગ્રેસના બેનરથી તર્કવિતર્ક...