રાજકોટ શહેરમાં દિવસે લગ્નપ્રસંગનું આયોજન કરનાર વ્યકિતએ હવે પોલીસની મંજૂરી લેવાની જરૂર નહીં રહે. જો કે, દિવસે પણ 100 વ્યકિતની મર્યાદામાં જ લોકો સામેલ થઈ શકશે. રાજકોટ શહેરમાં રાત્રિના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લગ્ન પ્રસંગને મંજૂરી આપવામા આવશે નહીં. રાજકોટ શહેર પોલીસને અત્યાર સુધીમાં 2 હજાર 200 જેટલી લગ્નપ્રસંગ માટે અરજી મળી છે.


ઉલ્લેખનીય છે કે, રાજકોટ ડેપ્યુટી પોલીસ કમિશનરે નિર્ણય લીધો કે સવારે 6થી રાત્રે 9 કલાક સુધી યોજાતા લગ્ન સમારહો માટે કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. આ અંગેની જાણકારી તેમણે એક પત્રકાર પરિષદ યોજીને આપી હતી અને સત્તાવાર રીતે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, રાજ્ય સરકારે કોરોના વાયરસના વધી રહેલા કેસને લઇને નિર્ણય કર્યો હતો કે લગ્ન સમારહોનું આયોજન કરવા માટે પોલીસની મંજૂરી જરૂરી છે. કમિશનરે કહ્યુ કે, લગ્નમાં નિયમ પ્રમાણે 100 વ્યક્તિઓને બોલાવી શકાશે.