રાજકોટ: સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. આજે સવારથી લઈને અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં કુલ 14 કેસ સામે આવ્યા છે.

ભાવનગરમાં કોરોનાના નવા 6 કેસ, અમરેલીમાં કોરોનાના નવા 3 કેસ, જામનગરમાં નવા 4 કેસ અને સુરેંદ્રનગરમાં પણ એક કેસ નોંધાયો છે.



ભાવનગરમાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહુવાના તલગાજરડા, ભાવનગરના સણોસરા અને શહેરના અલગ અલગ વિસ્તારમાં મળીને કુલ 6 કેસ નોંધાયા છે. ભાવનગર જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે.

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. ખાંભાના તાલડા ગામે બે કેસ પોઝીટીવ, તો સરદાર નગરમાં એક યુવાન કોરોના સંક્રમિત થયો છે. અમરેલી જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 42 થઈ છે.


જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી વધુ 4 કેસ નોંધાયા છે. જામનગરમાં સતત કેસ વધતા પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે.


સુરેંદ્રનગરમાં કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. શહેરમાં 38 વર્ષની મહિલા કોરોના સંક્રમિત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કુલ સંક્રમિત આંકડો 94 થયો છે.