રાજકોટ: મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે ગુરુવારથી રાજકોટમાં જિલ્લા કલેક્ટરની મંજૂરી સાથે ઉદ્યોગ ધંધા શરૂ કરવામાં આવશે. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઉદ્યોગ ધંધો, ઇન્ડસ્ટ્રીને ફરીથી ચાલુ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી છે.


રાજકોટનો સમાવેશ અગાઉથી જ ઓરેન્જ ઝોનમાં કરવામાં આવ્યો હતો. પરંતુ એક અઠવાડિયા સુધી કોઇ ઉદ્યોગો શરૂ કરવામાં ન આવે તેવી સૂચના જિલ્લા વહિવટી તંત્રને આપવામાં આવી હતી. છેલ્લા એકાદ અઠવાડિયામાં નવો કેસ ન નોંધાતા સરકારે આજે નિર્ણય કર્યો છેકે ગુરુવાર તારીખ 14 મેના રોજથી રાજકોટ શહેરમાં પણ ઉદ્યોગ ધંધા ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે.

લોકડાઉનના કારણે રાજકોટ એન્જિનિયરિંગ ઓટો પાર્ટ્સ સહિતના અનેક ઉદ્યોગોને મોટા પ્રમાણમાં અસર થઇ છે. ગત 20 તારીખથી ઓછા સંક્રમિત વિસ્તારમાં ઉદ્યોગો શરૂ કરવામા આવ્યા છે. રાજકોટ જિલ્લાના અંદાજે 20 હજાર ઉઘોગોમાથી માત્ર બારસો ઉધોગો શરુ થયા છે. શહેરના ઉધોગો શરુ થાય તે માટે ઉઘોગપતિઓએ માંગ કરી હતી.