સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના નવા પ્રમુખ તરીકે જયદેવ શાહ બિનહરીફ ચૂંટાયા, જાણો વિગત
abpasmita.in | 21 Sep 2019 06:30 PM (IST)
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના નવા પ્રમુખ તરીકે જયદેવ શાહની બિન હરીફ નિમણૂક થઈ છે.
રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના નવા પ્રમુખ તરીકે નિરંજન શાહના પુત્ર જયદેવ શાહની બિન હરીફ નિમણૂક થઈ છે. આ ઉપરાંત ઉપ પ્રમુખ તરીકે દિપક લાખાણીની નિમણૂંક થઈ છે. 26મીએ ચૂંટણી યોજાવાની હતી પણ કોઈએ ફોર્મ ન ભરવાને કારણે જયદેવની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં નવા સભ્યો ચૂંટાયા છે. જેમાં પ્રમુખ પુત્ર જયદેવ શાહ, ઉપપ્રમુખ દિપક લાખાણી અને સેક્રેટરી તરીકે હિમાંશુ શાહ સહિતનાં હોદ્દેદારોની નિમણૂક થઈ છે. ચૂંટણી માટે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. તેની સામે કોઈપણ ઉમેદવાર ઉભા રહેલ ન હોવાથી ચૂંટણી પ્રક્રિયામાં આ તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં.