રાજકોટ: છેલ્લા ઘણા સમયથી ફરાર Dysp જે.એમ ભરવાડના આઠ લાખની લાંચ માંગવાના પ્રકરણમાં જામીન મંજૂર થયા છે. જે.એમ. ભરવાડની આગોતરા જામીનની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે માન્ય રાખી જામીન મંજુર કર્યા છે. આ પહેલા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પણ આગાઉ આગોતરા જામીનની આરજી કરી હતી પરંતુ તે અરજી ફગાવી દેવામાં આવી હતી. બાદમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન કરી કરી હતી જે મંજૂર કરવામાં આવી છે.

DySP ભરવાડ સામે ફરિયાદ કરનારા ફરિયાદીના મિત્રનું નામ જેતપુર તાલુકાના પોલીસ સ્ટેશનના હથિયારના ગુન્હામાં ખુલ્યું હતું. જેથી DySP જે.એમ. ભરવાડે ફરિયાદી પાસે રૂ. 10 લાખની લાંચની માંગણી કરી હતી. અંતે લાંચ પેટે રૂ.8 લાખ આપવાનું નક્કી થયું હતું.

જાગૃત નાગરિકે DySP જે.એમ. ભરવાડ દ્વારા લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદ ACBમાં કરી હતી. આથી, ACB દ્વારા લાંચ માગનારાને રંગેહાથ ઝડપી લેવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ACBની યોજના મુજબ ફરિયાદી દ્વારા લાંચ આપવા માટે DySPને રેસ્ટોરન્ટ પાસે બોલાવ્યા હતા. જોકે, DySP જે.એમ. ભરવાડ લાંચ લેવા પોતે આવ્યા ન હતા, પરંતુ પોતાના એક કોન્સ્ટેબલને મોકલ્યો હતો.