Onion price: છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થતાં જુનાગઢ પંથકના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જુનાગઢ પંથકના સુખપુર ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે ડુંગળીના વાવેતર માટે પ્રતિ વીઘા દીઠ તેમને રૂ. 35,000 નો ખર્ચ થતો હોય છે. જેના બદલામાં હાલ જે રીતે ડુંગળીના ભાવ મળી રહ્યા છે તેનાથી ખેડૂતોની માઠી દશા બેઠી છે. ખેડૂતોએ માંગ કરી હતી કે ડુંગળીના પ્રતિ 20 કિલો 1000 રૂપિયા ભાવ હોવા જોઈએ. જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને. મહત્વનું છે કે તાજેતરમાં સરકારની ડુંગળી અંગેની નીતિને લઈને રાજ્યભરમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર ખેડૂતોનું હીત નહીં વિચારે તો 2024 માં માઠુ પરિણામ ભોગવશે.


એક વિઘાદીઠ ડુંગળીમા ઉત્પાદન ખર્ચ


1.બિયારણ -1800


2.રાસાયણિક ખાતર-1700


3.રાસાયણિક દવા-3500


4.નિદામણ અને મજૂરી ખર્ચ-1500


5.ડુંગળી ઉપાળવાનો ખર્ચ-1500


6.દીટામણ ખર્ચ-3000


7.યાર્ડ સુધી વાહન ભાડું -1700


8.ખેડ અને ટ્રેક્ટર વાવેતર ખર્ચ-2000


કુલ ખર્ચ -16700


એબીપી અસ્મિતા સમક્ષ ડુંગળી પકવતા ખેડૂતે પોતાની આપ વીતી વર્ણવી. રાજકોટ જિલ્લામાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર. ડુંગળી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાંભા ગામના માધાભાઈ રવજીભાઈ સખીયાએ સાત વીઘાની ડુંગળીનું વાવેતર હતું. 700 થી 800 મણ ડુંગળીનું માધાભાઈ સખીયાને ઉત્પાદન થશે. સાત વીઘામાં એક લાખ કરતા વધારેનો ઉત્પાદન ખર્ચ થયો છે. માધાભાઈએ કહ્યું ત્રણ કે ચાર દિવસ આ રીતે ડુંગળી રહેશે એટલે એક પણ રૂપિયાની ઉપજ જ નહીં થાય. માધાભાઈએ કહ્યું આ માત્ર મારા એકનો પ્રશ્ન નથી સૌરાષ્ટ્રના હજારો ખેડૂતોનો આ પ્રશ્ન છે.. કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક નિકાસબંધી હટાવવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે.


એક તરફ કુદરતનો માર એટલે કે માવઠામાંથી હજી ખેડૂતો ઉભર્યા નથી તેવામાં સરકાર દ્વારા ડુંગળીનાં નિકાસ પર પ્રતિબંધ ફરમાવી દેતા ખેડૂતોએ વેચાણ કરેલી ડુંગળી હવે વાડીમાં સંગ્રહ કરવાનો વારો આવ્યો છે. કારણ કે ભાવનગર જિલ્લામાં આવેલા સૌથી મોટા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરી દેવામાં આવી છે. વેપારીઓ કોઈ ડુંગળી ખરીદવા માટે તૈયાર નથી. જેના કારણે ભાવનગર જિલ્લામાં બે લાખથી વધુ ખેડૂતોની ડુંગળી તેની નજર સામે બગડી રહી છે. ખેડૂતો આર્થિક દેવા નીચે દબાઈ રહ્યા છે. સરકાર દ્વારા વહેલી તકે નિકાસબંધી હટાવવામાં નહીં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે તેવી સ્થિતિ ભાવનગર જિલ્લામાં જોવા મળી રહી છે


સ્થાનિક બજારમાં કિંમતોને કાબૂમાં રાખવા માટે સરકારે આવતા વર્ષે માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આના પર સચિવે કહ્યું, નિકાસ પ્રતિબંધથી ખેડૂતોને કોઈ અસર થશે નહીં. આ વેપારીઓનું એક નાનું જૂથ છે, જેઓ ભારતીય અને બાંગ્લાદેશના બજારોમાં ભાવ વચ્ચેના તફાવતનો લાભ લઈ રહ્યા છે. જે વેપારીઓ અલગ-અલગ ભાવનો લાભ લઈ રહ્યા હતા તેઓને નુકસાન થશે, એમ તેમણે જણાવ્યું હતું. પરંતુ, ભારતીય ગ્રાહકોને આનો ફાયદો થશે. આ વર્ષે 1 એપ્રિલથી 4 ઓગસ્ટ વચ્ચે 9.75 લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. મૂલ્યની દ્રષ્ટિએ ટોચના ત્રણ આયાતકારો બાંગ્લાદેશ, મલેશિયા અને સંયુક્ત આરબ અમીરાત છે.