Rajkot: રાજકોટ આજથી 150 ફૂટ રીંગ રોડ પર ખાનગી લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, શહેરના 150 ફૂટ રીંગ રોડ પર સવારે 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી લક્ઝરી બસ તેમજ ભારે વાહનનો પ્રવેશ કરી શકશે નહીં. પોલીસ કમિશનરે પાંચ મહિના પૂર્વે 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી બસને દિવસ દરમિયાન પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું પરંતુ બસ પાર્ક માટે માલિકી દસ્તાવેજ અથવા માલિકી સહમતિ રજૂ કરવાની શરતે અગાઉ જાહેરનામું અટકાવાયું હતું. પરંતુ આ દસ્તાવેજ રજૂ ન કરતા અંતે જાહેરનામું લાગુ કરાયું હતું.  માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી એક પણ લક્ઝરી બસ પ્રવેશ મળશે નહીં. આ જાહેરનામામાં મીની બસને છૂટછાટ આપવામાં આવી છે.


પોલીસ કમિશનરે પાંચ મહિના પૂર્વે બહાર પાડેલું જાહેરનામું અંતે અમલમાં આવ્યું હતું. પાંચ મહિના અગાઉ રાજકીય દબાણના લીધે આ જાહેરનામું અટકાવી દેવાયું હતું. આ જાહેરનામામાં મીની બસને છૂટછાટ આપવામાં આવી છે. શહેરમાં બસ પાર્ક માટે માલિકી દસ્તાવેજ અથવા માલિકી સહમતિ રજૂ કરવાની શરતે અગાઉ જાહેરનામું અટકાવાયું હતું પરંતુ આ દસ્તાવેજ રજૂ ન કરતા અંતે જાહેરનામું લાગુ કરાયું હતું.


તાજેતરમાં રાજકોટમાં આરટીઓ વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી. જિલ્લામાં ખાસ કરીને રાજકોટમાં વાહન ટેક્ષ ના ભરનારાઓ પર તવાઇ શરૂ કરી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં 600થી વધુ વાહનધારકોને આરટીઓ વિભાગ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે શહેરમાં કેટલાય વાહન ચાલકો એવા છે જેઓએ વાહન વેરો નથી ભર્યો આવા વાહન માલિકો પર હવે આરટીઓની તવાઇ શરૂ થઇ છે. શહેરમાં આરટીઓ વિભાગે વેરો વસૂલ કરવા માટે 600 વાહન ધારકોને નોટિસ ફટકારી છે, જેમાં ૧૮.૮૩ કરોડથી વધુનો વાહન વેરો બાકી બોલી રહ્યો છે. આમાં શૈક્ષણિક બસને 7 નોટિસ ઇસ્યૂ કરાઇ છે, અને ટેક્સીઓને 105 નૉટિસ ફટકારવામાં આવી છે. વેરો ના ભરવાના લિસ્ટમાં સૌથી વધુ બસો છે, જેમની પાસેથી ભારે ભરખમ વેરો વસૂલવાનો બાકી છે.


રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હતા ટ્રેનમાં


વંદે ભારત ટ્રેનમાં પથ્થરમારાની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો થયો છે. મહત્ત્વની વાત એ છે આ ટ્રેનમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે આ પથ્થરમારો થયો છે. રાત્રિના 9 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું કહેવાય છે. ટ્રેન પર પથ્થર ફેંકીને કાચને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.