Rajkot News: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી એકાએક છાતીમાં દુખાવો ઉપડયા બાદ હાર્ટ એટેકના કારણે મોત થવાની ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન રાજકોટમાં એક 22 વર્ષીય ડૉક્ટરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ છે, જેને લઈ મૃતક તબીબના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.


રાજકોટના 22 વર્ષીય તબીબ અવિનાશ વૈષ્ણવનું હ્રદય રોગના હુમલાના કારણે નીપજ્યું મોત હતું. તબીબ ગોકુળ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. રવિવારના રોજ સાંજના સમયે બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતા. પીએમ રિપોર્ટમાં નેચરલ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.


રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. મહેસાણાના બહુચરાજીના મંડાલી ગામે 17 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. ધોરણ-12 માં અભ્યાસ કરતાં સેધાભાઈ રબારી નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. રાતે સુતો હતો ત્યારે અચાનક એટેક આવ્યો હતો. નાના ગામમાં યુવાનને એટેક આવતાં લોકોમાં શોકની લાગણી જોવા મળી હતી.


હાર્ટ એટેકેને લઈ શું કહે છે NCRBના આંકડા


હાર્ટ એટેક અંગે જાહેર કરવામાં આવેલ સરકારી ડેટા ચેતવણી આપનારો છે. આજે ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ 19 પછી હૃદય રોગનું જોખમ અનેકગણું વધી ગયું છે. NCRB દ્વારા જારી કરાયેલા નવા આંકડા મુજબ, પાછલા વર્ષ 2022માં જ હાર્ટ એટેકના કેસમાં 12.5%નો વધારો થયો છે. 


સરકારી આંકડા મુજબ 2022માં હાર્ટ એટેકના કારણે 32,457 લોકોના મોત થયા હતા, જ્યારે 2021માં હાર્ટ એટેકના કારણે 28,413 લોકોના મોત થયા હતા. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, 2022માં જ હાર્ટ એટેક અચાનક મૃત્યુનું ગંભીર કારણ બની ગયું છે. 2020 માં, 28,579 લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ 2021 માં આ સંખ્યા ઘટીને 28,413 પર પહોંચી હતી પરંતુ 2022 માં તે ફરી વધી અને સંખ્યા વધીને 32,457 થઈ ગઈ.


આ પણ વાંચોઃ


આ વર્ષે ભારતમાં ગૂગલ પર લોકોએ શું-શું કર્યુ સર્ચ? જાણીને હેરાન રહી જશો


મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવને રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના, જાણો શું લખ્યું