દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટમાં દિવાળીના તહેવારને લઈને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં દિવાળીના તહેવાર દરમિયાન રાત્રિના આઠથી દસ વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી હતી. તે સિવાય જાહેરનામામાં
સુપ્રીમ કોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.            


તે સિવાય પેટ્રોલ પંપ,શાળા કોલેજ, ધાર્મિક સ્થળ, એરપોર્ટ, ગોડાઉન , હોસ્પિટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


દિવાળીની ઉજવણીને લઈ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટીમેઝર્સ એક્ટ 2013- 2014, 2016 તથા સુધારા વિધેયક 2021 માં કરવામાં આવેલ જોગવાઈઓ અંતર્ગત ફાયર સેફ્ટીના કાનૂની નિયમો અંતર્ગત ફટાકડાંના ઉત્પાદન કરનાર, સ્ટોરેજ કરનાર, કાયમી વેચાણ કરનાર તથા હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરનાર તમામ એકમોએ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા જરૂરી સલામતીના પગલાઓ લેવા જણાવવામાં આવ્યું છે. ફટાકડાના વેચાણ માટે આપવામાં આવેલ ફાયર સેફ્ટી સર્ટીફિકેટની નક્કી કરવામાં આવેલ સમય મર્યાદા સિવાય ફટકડાનો કોઇ પણ પ્રકારે વેચાણ, સંગ્રહ કે ઉત્પાદન કરનાર માલિક કે તેના જવાબદાર સંબંધિતો સામે કાનૂની રાહે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે જે અંગે ઉભી થનાર તમામ વિસંગતતા, જવાબદારીઓ બાબત જે-તે માલિકની કાનૂની અને નૈતિક જ્વાબદારી રહેશે.                      


ડોક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, ફટાકડા ફોડતી વખતે જો કોઈ વ્યક્તિનો હાથ કે પગ દાઝી જાય, તો સૌથી પહેલાં એ ભાગ ઉપર ઠંડુ પાણી રેડવું જોઈએ અને ઘા પર હળદર લગાવવી જોઈએ. જેથી તે જગ્યાએ ફોડલી ન પડે.  સામાન્ય રીતે જોવામાં આવે છે કે, ફટાકડા ફોડતી વખતે જો કોઈ વ્યક્તિ દાઝી જાય છે અથવા કપડાં બળી જાય છે, તો સૌથી પહેલા તેઓ તેને ધાબળાથી ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે, આ પદ્ધતિ યોગ્ય નથી, કારણ કે તેનાથી શરીર પર ઇન્ફેક્શન થઇ શકે છે. જો કોઈ ઈજાગ્રસ્ત થાય તો તાત્કાલિક ઈમરજન્સી સર્વિસ પર કોલ કરો અને મેડિકલ હેલ્પ લો. ડોક્ટર સાથે યોગ્ય તપાસ કરાવી સારવાર કરાવો.