અમદાવાદઃ ગુજરાતમાં ફરી પાટીદાર અનામત આંદોલનને વેગીલું બનાવવાના પ્રયાસો શરૂ થયા છે. આ માહોલમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલને કૉંગ્રેસમાં જોડવા આમંત્રણ આપ્યું છે. ત્યારે નરેશ પટેલે આજે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી કે, મને હજી લેટર મળ્યો નથી. આવા આમંત્રણ દરેક પક્ષમાંથી આવે છે. હું યોગ્ય સમયે નિર્ણય લઈશ. પાટીદાર આંદોલન મુદ્દે કહ્યું કે, આંદોલન કરવા મુદ્દે મને કોઈ ખબર નથી. કેસ સરકાર જલદીથી પરત ખેંચે તે મુદ્દે મારે મુખ્યમંત્રી સાથે સતત સંપર્ક ચાલું છે. તેમજ આ મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. 

Continues below advertisement

Continues below advertisement

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલને હાર્દિક પટેલે પત્ર લખી કોંગ્રેસમાં સક્રિય થવા આમંત્રણ આપ્યું છે. હાર્દિક પટેલેપાટીદાર સમાજ સાથે વર્તમાન સરકાર અન્યાય કરતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પાટીદાર ખેડૂત અને વેપારીઓને ભાજપ સરકાર પરેશાન કરતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલા કેસનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. હાર્દિક પટેલે સત્તા પક્ષ પૈસા અને સરકારી તંત્રના જોરે બેફામ બન્યો હોવાનો આરોપ પણ મૂક્યો છે.  

કૉંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો, સાબરડેરીના વાઈસ ચેરમેન જયંતિભાઈ પટેલ ભાજપમાં જોડાયા

કોંગ્રેસના સહકારી આગેવાન જયંતિ પટેલે આજે ભાજપનો કેસરિયો ધારણ કરીને કોંગ્રેસને મોટો મોટો ઝટકો આપ્યો છે. જયંતિ પટેલ સાબર ડેરીમાં ડિરેક્ટર છે અને કોંગ્રેસના સહકારી આગેવાન છે. ઉત્તર ગુજરાતમાંથી વધુ એક નેતાએ કોંગ્રેસનો સાથ છોડતા ખળભળાટ મચ્યો છે. એટલું જ નહીં, જયંતિ પટેલ સાથે તેમના 100થી વધુ સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે.

સાબરડેરીના વાઈસ ચેરમેન જંયતિભાઈ પટેલ ભાજપમાં જોડાયા. જ્યંતિભાઈએ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો.  જંયતિભાઈ પટેલ હાલમાં સાબરડેરીના ડિરેક્ટર છે અને અરવલ્લી જિલ્લામાં સહકારી આગેવાન છે.