રાજકોટ: રાજકોટના નાનામવા રોડ પર આવેલી લક્ષ્મણ ટાઉનશીપમાં એક દંપતિ પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.  શુક્રવારે બપોરના સમયે અજિતસિંહ ચાવડા અને અન્ય બે શખ્સે લક્ષ્મણ ટાઉન શિપમાં આવ્યા અને દંપતિ સાથે બોલાચાલી કરી છરીથી હુમલો કર્યો હતો.  હુમલાની આ ઘટનાને લઈ રહીશોમાં ફફડાટ ફેલાયો છે. 


ભોગ બનનાર મહિલાના મતે તેનો પતિ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.  તેના પતિએ અજિતસિંહ પાસેથી 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. આ વ્યાજ ચૂકવી ન શકતા અજિતસિંહ મહિલાને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ પણ આચર્યું હતું. આ દુષ્કર્મની ફરિયાદ પોલીસે ન નોંધતા મહિલાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પાછી ખેંચવા માટે અજિતસિંહે છરી વડે હુમલો કર્યો હતો. 


Surat: PM મોદી પર વિવાદ ટિપ્પણી કરનાર બિલાવલને પાટીલે આપ્યો સણસણતો જવાબ


 


પ્રધાનમંત્રી મોદી માટે પાકિસ્તાન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈ સમગ્ર ગુજરાતમાં વિરોધનો સુર જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પણ નિવેદન આપ્યું છે. સીઆર પાટીલે જણાવ્યું છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ તદ્દન કથળી ગઈ છે. ભિખારી કરતા પણ ખરાબ સ્થિતિ તેની થઈ ગઈ છે.


પોતાના વિદેશ મંત્રાલયની બિલ્ડીંગો પણ તેઓ વેચી રહ્યું છે. પોતાના દેશના ગધેડાઓને વેચીને તે ગુજરાત ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આજ બતાવી રહ્યું છે કે તેની આર્થિક સ્થિતિ કેટલી નબળી છે. તેનું કારણ છે કે આતંકવાદીઓને પ્રોત્સાહન કરવા આશરો આપવો અને એના જ કારણે જયશંકર એ જે કહ્યું કે, તમે સાપને ઘરે પાળશો તો તમને ચોક્કસ ડંખ મારશે. આ ડંખ પાકિસ્તાનને લાગ્યો છે. પાકિસ્તાનના નાગરિકો વગર કારણે તેનો ભોગ બની રહ્યા છે અને તેમને પણ નુકસાન થઈ રહ્યું છે. 


આપણો પાડોશી દેશ મજબૂત સમૃદ્ધ  રહેવો જોઈએ એવું આપણા દેશની સંસ્કૃતિ કહે છે. પરંતુ કમનસીબે આપણા બાજુનું દેશ આતંકવાદીઓને પ્રોત્સાહન કરતું અને આર્થિક પરિસ્થિતિમાં નબળું પડી ગયું છે અને જ્યારે તેમના વિદેશ પ્રધાનને ભુટ્ટોને કોઈ મુદ્દો નથી મળતો ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ગમે તેમ બોલવાનું તેઓ પ્રયત્ન કરે છે. એના કારણે આપણા દેશના લોકો બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. તેમની પરિસ્થિતિ આજે આખી દુનિયા જાણે છે.