Kshatriya Samaj Mahasammelan: રાજકોટના રતનપર ગામમા આજે ક્ષત્રિય સમાજનું મહા સંમેલન યોજાશે. રૂપાલાની ઉમેદવારી રદ થાય તે માગ પર ક્ષત્રિયો અડગ છે. જેથી રાજકોટ-મોરબી રોડ પર આવેલા રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું છે.

સાંજે 5 વાગ્યે યોજાનારા ક્ષત્રિયોના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો પહોંચશે. રતનપરમાં 30 વીઘાના મેદાનમાં લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ 100 વિઘા જમીનમાં પાર્કિંગ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી કાર અને બસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવો દાવો કરાયો છે.

સંમેલન સ્થળ પર મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની તસવીરો છે. સંમેલનને લઈ રાજકોટના તમામ રસ્તાઓ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે 250થી વધુ પોલીસકર્મીઓ ક્ષત્રિયોના મહાસંમેલનને લઈ તહેનાત રહેશે.

ગઈકાલે હિંમતનગરમાં ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ઉપસ્થિત રહ્યાં હતા. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં  સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ક્ષત્રિય સમાજની પહેલાથી જ એક જ માંગ છે કે, રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે છે. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સાથએ  ક્ષત્રિય સમાજ અડગ છે.  અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય અગ્રણીઓએ સંબોધન કર્યું હતું, સમગ્ર સંમેલનનો માત્ર એક જ અજેન્ડા છે કે, ટિકિટ રદ કરવી, સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે. અન્ય સંગઠનના ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. હિંમતનગરમાં આયોજીત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સંકલન સમિતિના કરણસિંહ ચાવડા,વિજયસિંહ ચાવડા,મહીસાગર મહિલા પ્રમુખ નીરૂબા,અભીજીતસિંહ યુવા પ્રમુખ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અમરેલીના કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. કાઠી ક્ષત્રિય સમાજના પ્રતાપભાઈ ખુમાણે  સ્પષ્ટતા કરી કે, કાઠી ક્ષત્રિય સમાજ રૂપાલાની સાથે હોવાની વાત અર્ધસત્ય છે.કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂતોની સાથે  છે તે પૂર્ણ સત્ય છે.તન,મન,ધનથી કાઠી ક્ષત્રિય સમાજના રાજવી રાજપૂતોની સાથે છે. રાજપૂત સમાજના સંમેલનને પ્રતાપ ખુમાણે કાઠી ક્ષત્રિય સમાજ વતિ ટેકો જાહેર કર્યો  છે.