Rajkot: રાજકોટ-વાંકાનેર હાઈવે પર અકસ્માતમાં દીપડાનું મોત થયું. બામણબોર પાસે ટ્રકચાલક દ્વારા દીપડાને ઉડાડવામાં આવતા મૃત્યુ થયું. વાંકાનેર,ચોટીલા અને જસદણ વિસ્તારમાં દીપડા જોવા મળે છે. રાત્રિના બનાવ બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.


 પાટનગર ગાંધીનગરમાં ફરી દીપડો દેખાયો હોવાના આશંકા છે. સચિવાલય પાછળના ભાગે સાબરમતી નદી તરફ  ગયો હોવાની વાત છે. થોડા દિવસ પહેલ મોડી સાંજે પોલીસ કર્મચારીએ દીપડો જોયા બાદ તંત્રને જાણ કરી હતી. જો કે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી, ગાંધીનગરમાં દીપડો દેખાતા વનતંત્ર દોડતું થયું છ. સર્કિટ હાઉસ અને રાજ ભવનની વચ્ચે દીપડો દેખાયો હતો.


નવેમ્બર 2018માં પણ સચિવાલયમાં ઘૂસ્યો હતો દીપડો


ગાંધીનગરના નવા સચિવાલય ભવનમાં નવેમ્બર 2018માં વહેલી સવારે દીપડો ધૂસ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વનવિભાગની સાથે સ્થાનિક પોલીસ તંત્ર પણ દીપડાની શોધખોળમાં જોડાયું છે. સચિવાલયના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. કોઈને પણ સચિવાલયમા્ જવા દેવામાં આવ્યા નહોતા. દીપડાને પગલે સચિવાલયમાં રજાનો માહોલ સર્જાયો હતો. રાતે બે વાગ્યાના અરસામાં સચિવાલયના ગેટ નંબર સાતથી દીપડો ઘુસ્યો હતો. ગેટ નંબર સાતના ઝાંપાની નીચે રહેલી જગ્યાએથી દીપડાએ સચિવાલય સંકુલમાં દબાતા પગલે પ્રવેશ કર્યો હતો.  




હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ભારતની પ્રથમ હાર


ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પુણેની બીજી ટી20માં ભારતીયી ટીમને 16 રનોથી હારનો સામનો કરવો પડ્યો. અંતિમ ઓવરમા ભારતીય ટીમને 21 રનની જરૂર હતી, પરંતુ 5 રન જ બનાવી શકી અને મેચમાં 16 રનોથી હાર થઇ હતી, આ સાથે જ શ્રીલંકન ટીમે ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી. હાર્દિક પંડ્યાના કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ હાર છે. આ પહેલા છ મેચમાં તેણે ભારતને જીત અપાવી હતી. આ પહેલા પ્રથમ ટી20માં ભારતીય ટીમની જીત થઇ હતી, હવે બન્ને ટીમો વચ્ચે આગામી 7મી જાન્યુઆરીએ નિર્ણાયક અને ફાઇનલ મેચ રમાશે. આ મુકાબલો રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે.


શ્રીલંકાએ ભારતને 16 રનોથી હરાવ્યુ
એકદમ રોમાંચક મેચમાં શ્રીલંકાએ ભારતને 16 રનોથી હરાવ્યું. 207 રનોના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 20 ઓવરોમાં 8 વિકેટના નુકસાને 190 રન જ બનાવી શકી, આની સાથે જ સીરીઝ 1-1થી બરાબર થઇ ગઇ છે. જોકે, એકસમયે મેચમાં આવી સ્થિતિ આવી ગઇ હતી કે ભારતીય ટીમની હાર નક્કી દેખાતી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલના તાબડતોડ બેટિંગના કારણે ભારતીયી ટીમની જીતની આશા ફરી જીવંત થઇ હતી.