રાજકોટ: છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં ઢગલાંબંદ દારૂની બોટલો પકડાઈ રહી છે. ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાંચે વિદેશી દારૂ ભરેલા દૂધના ટેન્કરને ઝડપી પાડ્યો હતો. દૂધના ટેન્કરમાં પાંચ હજારથી પણ વધુ વિદેશી દારૂની બોટલ કબજે કરી હતી. ક્રાઈમ બ્રાંચ દ્વારા આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે કે, આખરે કેટલા સમયથી આ પ્રકારે દૂધના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કઈ-કઈ જગ્યાએ આ વિદેશી દારૂનું કટિંગ પણ કરવામાં આવતું હતું. આ સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલા કેટલા અને ક્યા ક્યા બુટલેગરો સામેલ છે.
રાજકોટ ક્રાઇમ બ્રાંચ દ્વારા આ મામલે હજુ નવો ખુલાસો કરવામાં આવે તે પહેલાં જ રાજકોટની બી ડિવિઝન પોલીસે દૂધના કેનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. આ કેસમાં સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે નવાગામના સુરેશ કાઠીની ધરપકડ પણ કરી છે.
રાજકોટમાં દારૂ ઝડપાયો, બુટલેગર શેમાં કરતો હતો ડિલિવરી? જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Feb 2020 09:30 AM (IST)
રાજકોટ ક્રાઇમ બ્રાંચ દ્વારા આ મામલે હજુ નવો ખુલાસો કરવામાં આવે તે પહેલાં જ રાજકોટની બી ડિવિઝન પોલીસે દૂધના કેનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -