ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યાં છે ત્યારે તેને રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જોકે તે કાબૂમાં આવી રહ્યો નથી ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર આજથી એટલે 30 ઓગસ્ટથી 1 ઓક્ટોબર સુધી બંધ રહેશે તેવો મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા નિર્ણય લેવાયો છે.
સુપ્રદ્ધિત યાત્રાધામ વિરપુર જલારામ મંદિર 30/08/2020થી આગામી 1/10/2020 સુધી બંધ રહેશે. યાત્રાધામ વિરપુર જલારામબાપાનું મંદિર દર્શનાર્થીઓ માટે એક મહિના માટે બંધ રહેશે. આજથી પૂજ્ય જલારામ બાપાના દર્શન ભક્તો માટે બંધ રહેશે. યાત્રાધામ વિરપુરમાં કોરોના વાયરસના વધતાં જતાં કેસને લઈને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઈને પૂજ્ય શ્રી જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રનું કયું જાણીતું મંદિર એક મહિના માટે બંધ કરાયું? જાણો કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Aug 2020 09:55 AM (IST)
ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યાં છે ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર આજથી એટલે 30 ઓગસ્ટથી 1 ઓક્ટોબર સુધી બંધ રહેશે તેવો મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા નિર્ણય લેવાયો
- - - - - - - - - Advertisement - - - - - - - - -