રાજકોટઃ શહેરમાં ગેંગરેપની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અવધના ટેકરા પાસે ગેંગરેપની ઘટના બની છે. પાડોશી યુવકોએ બાજુમાં રહેતી યુવતીની મજબૂરીનો લાભ ઉઠાવી ગેંગરેપ ગુજાર્યો હતો. યુવતીને 400 રૂપિયાની જરૂર હોય, યુવકે રૂપિયા આપવાનું કહી રીક્ષામાં લઈ જઈને મિત્રો સાથે મળીને ગેંગરેપ ગુજાર્યો હતો. રાજકોટના યુનિવર્સિટી પોલીસે પ્રેસ કોફરન્સ કરીને આ વિગતો આપી હતી.
મળતી વિગતો પ્રમાણે રાજકોટના કાલાવાડ રોડ પરની આંબેડકરનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા નૈમીષ પ્રવિણભાઈ સોલંકી નામના શખ્સે યુવતીને નાણા આપવાની લાલચે ઓટો રીક્ષામાં બેસાડી શહેર બહાર અવધના ઢોળા તરીકે ઓળખાતા વિસ્તારમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, કૌટુંબીક સગા ભાઇ હિતેષ રાઠોડને પણ બોલાવી હિતેષે પણ પણ યુવતી સાથે બળજબરી કરી હતી. આ અંગે યુનિર્વિસટી પોલીસમથકે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રિપુટીને સકંજામાં લઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના 7 દિવસ પહેલા બની હતી.
પોલીસે આપેલી વિગતો પ્રમાણે યુવતીને 400 રૂપિયાની જરૂર પડતા તેણે નૈમીષ પાસે રૂપીયા માંગ્યા હતા. નૈમીષે પાંચ દિવસ પહેલા એટલે કે ગત 22મી ઓગસ્ટે રાત્રે નવેક વાગ્યે ફોન કરી યુવતીને પોતાના ઘર પાસે બોલાવી હતી. યુવતી આવતા તેને રિક્ષામાં બેસવાનું કહી સાથે લઈ ગયો હતો. તેની સાથે અન્ય એક સગીર પણ હતો. નૈમીષ રીક્ષાને અવધના ઢોળા પાસે લઈ ગયો હતો. ત્યાં રીક્ષામાં જ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ પછી હિતેષને બોલાવતા તેણે પર યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી ત્રણેય યુવકો જતા રહ્યા હતા. તેમજ આ ત્રણેયે જો કોઈને કહેશે તો જાનથી મારી નાખશેની ધમકી પણ આપી હતી. જોકે, આ અંગે તેણે પરિવારને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ ગેંગરેપઃ યુવતીની કઈ મજબૂરીનો લાભ ઉઠાવી 3 યુવકોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2020 01:23 PM (IST)
પાડોશી યુવકોએ બાજુમાં રહેતી યુવતીની મજબૂરીનો લાભ ઉઠાવી ગેંગરેપ ગુજાર્યો હતો. યુવતીને 400 રૂપિયાની જરૂર હોય, યુવકે રૂપિયા આપવાનું કહી રીક્ષામાં લઈ જઈને મિત્રો સાથે મળીને ગેંગરેપ ગુજાર્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -