Lok Sabha Election 2024: ગુજરાતમાં ગઇકાલે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીઓ પુરી થઇ ચૂકી છે, લોકસભાની 25 બેઠકો અને પેટાચૂંટણીની 5 બેઠકો પર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ગુજરાતમાં ચૂંટણી પુરી થયા બાદ ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ મોટી પ્રતિક્રિયા આપી છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન પર હવે પરશોત્તમ રૂપાલાએ પહેલીવાર ખુલીને વાત કરી અને જણાવ્યું કે, આ મારા જીવનની મોટી ભૂલ, ક્ષત્રિયો મુદ્દે મારાથી ભૂલ થઇ અને મારા પક્ષને વિરોધ સહન કરવાનો વારો આવ્યો. 


ગુજરાતમાં ચૂંટણી પુરી થયા બાદ પહેલીવાર પરશોત્તમ રૂપાલા મીડિયા સામે આવ્યા હતા, આ દરમિયાન તેમને પોતાની મોટી ભૂલને સ્વીકારી લીધી હતી. મતદાન પૂર્ણ થતા જ રૂપાલાએ ક્ષત્રિયોની માગી માફી છે. આજે સવારે રૂપાલાએ સ્વીકાર્યુ કે, ક્ષત્રિયો મુદ્દે કરેલુ નિવેદન તેમની મોટી ભૂલ હતી. વાતચીત દરમિયાન તેમને એ પણ સ્વીકાર્યુ કે, આ સમય તેમના જાહેર જીવનનો સૌથી કઠીન સમય બન્યો. તેમને કહ્યું કે, મારા નિવેદનના કારણે ઠેર ઠેર ભાજપનો વિરોધ થયો તે માટે હું બન્યો નિમિત બન્યો છું. હું નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. મારે લીધે પાર્ટીને ખુબ જ નુકસાન વેઠવું પડ્યું છે. બધુ ભુલી ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસમાં આગળ વધે. રૂપાલાએ મિચ્છામી દુક્કડમ કહી ક્ષત્રિયોની માગી માફી છે.



  • જાણો, ગુજરાતની 25 લોકસભા બેઠકો પર, ક્યાં કેટલું થયું મતદાન

    કચ્છ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 55.33 ટકા મતદાન 

  • બનાસકાંઠા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 69.41 ટકા મતદાન 

  • પાટણ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.37 ટકા મતદાન 

  • મહેસાણા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 59.82 ટકા મતદાન

  • સાબરકાંઠા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 63.22 ટકા મતદાન

  • ગાંધીનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 59.76 ટકા મતદાન

  • અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 54.72 ટકા મતદાન

  • અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 55.46 ટકા મતદાન 

  • સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 54.33 ટકા મતદાન

  • રાજકોટ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 59.60 ટકા મતદાન

  • પોરબંદર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 51.76 ટકા મતદાન 

  • જામનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 57.67 ટકા મતદાન

  • જૂનાગઢ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.88 ટકા મતદાન

  • અમરેલી લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 50.07 ટકા મતદાન

  • વનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 53.57 ટકા મતદાન

  • આણંદ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 64.90 ટકા મતદાન

  • ખેડા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 57.87 ટકા મતદાન

  • પંચમહાલ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.27 ટકા મતદાન

  • દાહોદ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.37 ટકા મતદાન 

  • વડોદરા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 62.34 ટકા મતદાન

  • છોટાઉદેપુર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 68.37 ટકા મતદાન

  • ભરૂચ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 68.96 ટકા મતદાન

  • બારડોલી લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 64.83 ટકા મતદાન

  • નવસારી લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.40 ટકા મતદાન

  • વલસાડ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 71.14 ટકા મતદાન 


ઉપરાંત ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠકો પર પણ મતદાન થયું હતું. જણાવી દઈએ કે, ગુજરાતની એક સુરત બેઠક બિનહરીફ જાહેર થતા આ બેઠક પર મતદાન થયું ન હતું.


લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે આજે(7 મે) 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું.  ત્રીજા તબક્કામાં લોકશાહીના પર્વનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં દેશની 93 બેઠકો પર મતદાન થયું હતું. આ બેઠકો પર સરેરાશ 60 ટકા જેટલું મતદાન થયું છે. આસામમાં સૌથી વધુ 73 અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 62 ટકા વોટિંગ થયું છે.