રાજકોટ: રાજકોટનો લોકપ્રિય લોકમેળો ગુરૂવારથી શરૂ થશે. આ વખતે રાજકોટના લોકમેળાને મલ્હાર લોકમેળો નામ આપવામાં આવ્યું છે. ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકમેળાનું ઉદ્ધાટન કરશે.


ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મલ્હાર લોકમેળાનું ઉદ્ઘાટન કરશે. લોકમેળાની સુરક્ષા માટે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ લોકમેળાની મુલાકાતે પહોંચ્યા હતા. પોલીસ કમિશ્નર સાથે ઉચ્ચ અધિકારીઓએ મેળાની સુરક્ષા અંગે ચકાસણી કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદના કાંકરીયામાં રાઇડ્સ તૂટી ગયા બાદ રાજકોટના લોકમેળામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસ કમિશ્નર સાથે અધિકારીઓ પણ લોકમેળામાં પહોંચ્યા હતા.

રાજકોટના મલ્હાર લોકમેળામાં સ્વચ્છતા માટે આ વર્ષે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 24 કલાક સફાઈ કર્મીઓ મેળામાં સફાઈ કરશે. મલ્હાર લોકમેળઆમાં 210 સફાઈ કર્મીઓ ત્રણ શિફ્ટમાં કામ કરશે. લોકમેળામાં સવારે 60 , બપોરે 30 અને રાત્રે 120 સફાઈકર્મીઓ સફાઈ કરશે.