રાજકોટઃ મોરબીના ફરસાણના વેપારીને ઘરે કોઈ નથી કહી લાલચ આપી મળવા બોલાવી તોડ કરવાના કેસમાં પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. યુવતીએ પોતાના પતિ સહિત મહિલા ASI તૃષા બુસ સહિત અન્ય લોકોની મદદથી બિઝનેસમેનને છેડતીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 22,500 રૂપિયા પડાવી લીધા હતા. તેમજ વધુ 2 લાખ રૂપિયાનો સોદ કર્યો હતો. જોકે, બિઝનેસમેને પોલીસ ફરિયાદ કરતા સમગ્ર હનીટ્રેપ સામે આવ્યું હતું.
હનીટ્રેપના કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા ASI તૃષાબેન બુસને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ઉપરાંત શુભમ શીશાંગીયા, રીતેષ પટેલ સહિત GRDના પાંચ જવાનોને નોકરી પરથી છૂટા કરવામાં આવ્યા છે. હનીટ્રેપનો મુખ્ય આરોપી આશિષ મારવાડિયા છે અને તે સ્પા ચલાવે છે. તેણે પત્ની તેમજ જીઆરડીના બે જવાનોને સાથએ રાખી કાવતરું ઘડ્યું હતું. હનીટ્રેપનો ભગો બનનાર બિઝનેસમેન ફરસાણનો વેપાર કરે છે. તેઓ આરોપી આશિષની પત્ની અલ્પા સાથે ચાર વર્ષથી પરિચયમાં હતા. જોકે, ચાર મહિનાથી મિત્રતા તોડી નાંખી હતી.
દરમિયાન થોડા દિવસ પહેલા અલ્પાએ બિઝનેસમેનને ફોન કર્યો હતો અને ઘરે કોઈ ન હોવાનું જણાવા મજા કરવાની લાલચ આપી બોલાવ્યો હતો. જેથી સાંજના સમયે બિઝનેસમેન તેના ઘરે ગયો હતો. અલ્પાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેઓ ઘરમાં બેઠા હતા. દરમિયાન થોડીવારમાં જ તેનો પતિ આશિષ અને મિત્ર ઘરમાં આવ્યા હતા. તેમજ છેડતી કરી હોવાનું જણાવી વેપારીને ધમકાવ્યો હતો. આ પછી જીઆરડી જવાનને ફોન કરીને બોલાવ્યા હતા. જેથી બે લોકો આવ્યા હતા. તેમજ પોલીસની ઓળખ આપી ધમકી આપી હતી.
આ પછી બિઝનેસમેનના ખિસ્સામાંથી 22,500 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ ફરિયાદ ન કરવી હોય તો 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, અંતે 2 લાખમાં સોદ્દો કર્યો હતો. આ રકમ 10 ઓક્ટોબરે આપવાનું નક્કી કર્યું હતું. વેપારીએ ઘરે આવીને પરિવારને વાત કરી હતી. આ પછી તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તમામ આરોપીઓને પકડી પાડ્યા હતા.
રાજકોટઃ યુવતીએ બિઝનેસમેનને શારીરીક સુખ માણવા ઘરે બોલાવ્યો, મહિલા પોલીસે શું કરી મદદ ? મહિલા પોલીસનું શું થયું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Oct 2020 10:42 AM (IST)
હનીટ્રેપના કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા ASI તૃષાબેન બુસને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ઉપરાંત શુભમ શીશાંગીયા, રીતેષ પટેલ સહિત GRDના પાંચ જવાનોને નોકરી પરથી છૂટા કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -