રાજકોટના અમુક વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતુ હોવાની ફરિયાદો ઉઠી છે. અશાંતધારા વિસ્તારમાં હિન્દુઓના નામે મુસ્લિમો મકાન ખરીદી રહ્યા છે. એટલુ જ નહીં, મકાનો હિન્દુઓના નામે પણ મુસ્લિમો રહેતા હોય તેવી ફરિયાદો ઉઠી છે. છોટુ નગર, અલકાપુરી, સુભાષનગર, ગીતગુર્જરી સોસાયટી, નહેરનગર, બેન્ક ઓફ બરોડા સોસાયટી, પત્રકાર સોસાયટી, એકજાન સોસાયટી, બજરંગવાડી, વાંકાનેર સોસાયટી, શિવજી પાર્ક, આરાધના, અનુપમ સોસાયટી સહિતની 60 જેટલા વિસ્તારનો અશાંત ધારામાં સમાવેશ થાય છે.
ત્યારે ગઈકાલે ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાબ બાદ આજે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા અતુલ પંડિત અને પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્ર મીરાણી પણ હિન્દુઓના વિસ્તારમાં મુસ્લિમ રહેતા હોવાનો આરોપ લગાવ્યો છે.
રાજકોટમાં અશાંતધારાની અમલવારીના મુદ્દે વધુ એક નેતાએ સવાલ ઉઠાવ્યા હતા. ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ બાદ ભાજપ નેતા અતુલ પંડિતે પણ આ મામલે સવાલ ઉઠાવ્યા છે. પશ્ચિમ રાજકોટના વોર્ડ નં 1,2,3 અને 8ના અમુક વિસ્તારમાં અશાંતધારો લાગુ છે. અશાંતધારા વિસ્તારમાં હિંદુઓના નામે મુસ્લિમો મકાનો ખરીદી રહ્યા છે. અશાંતધારો લાગુ હોવા છતાં નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. હિંદુના નામે રહેલા મકાનોમાં અનેક લઘુમતીઓ વસવાટ કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અતુલ પંડિત રાજકોટ વોર્ડ નં 2ના વરિષ્ઠ નેતા છે. અતુલ પંડિત શિક્ષણ સમિતિના ચેયરમેન રહી ચૂક્યા છે.
છોટુનગર, અલકાપુરી, સુભાષનગર, ગીત ગુર્જરી સોસાયટી, નહેરૂનગર, બેન્ક ઓફ બરોડા સોસાયટી, પત્રકાર સોસાયટી, બજરંગવાડી, વાંકાનેર સોસાયટી, શિવજીપાર્ક,આરાધના, અનુપમ સોસાયટીનો પણ અશાંતધારામાં સમાવેશ થાય છે.
અતુલ પંડિતે કહ્યું હતું કે અશાંતધારાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. અશાંતધારાના ભંગ મુદ્દે કલેકટરને રજૂઆત કરી હતી. કલેકટરને કડક અમલવારી મુદ્દે રજૂઆત કરી છે. કલેકટરે કડક અમલવારીની ખાતરી આપી છે. નિયમોનો ભંગ થતો હોય તે મુદ્દે કલેકટરને પુરાવા સાથે રજૂઆત કરાઇ હતી. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે હિંદુઓના નામે મુસ્લિમો મકાન રાખી વસવાટ કરે છે. કલેકટરે 22 ડિસે. પહેલા પરિણામ આપવાની ખાતરી આપી છે. જરૂર પડ્યે નિયમોની ચુસ્ત અમલવારી મુદ્દે સાંસદોને રજૂઆત કરાશે.
Rajkot Crime: રાજકોટમાં છરીના બે ઘા ઝીંકી યુવકની હત્યા, ઓફિસ નીચે ઊભા રહેવા મુદ્દે થઈ હતી માથાકૂટ