Rajkot Fire:રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ ફ્લેટના છઠ્ઠા માળે ભીષણ આગની ઘટના બનતા નાસ ભાગ મચી ગઇ.  આગ સવારે 10 વાગ્યાની આસપાસ લાગી હતી. રિંગ રોગ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી હતી. આગમાં  3 લોકોના મૃત્યુ થયા છે.  . મળતી માહિતી મુજબ  બે પરિવારને સહી સલામત બહાર કાઢવામાં આવ્યાં છે. ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ આપેલી માહિતી મુજબ આ માળ પર હજુ પણ પણ સાત વ્યક્તિ ફસાઇ છે. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. એટલાન્ટિસ ફ્લેટમાં  શહેરના નામાંકિત જ્વેલર્સ  ડૉકટર્સ  અને બિલ્ડર્સ રહે છે. આગના કારણે સલામતીના ભાગરૂપે લિફ્ટ બંધ કરી દેવાઇ હતી. ફાયરબ્રિગેડે કાચ તોડીને લોકોને બહાર કાઢી રહી છે. કાચનું એલિવેશન હોવાના કારણે ધુમાડો બહાર નીકળી શકે તેમ  ન નથી જેના કારણે લોકોને વધુ મુશ્કેલી પડી રહી છે. આગમાં એક વ્યકિત ગંભીર રીતે દાઝ્યા હોવાનો પ્રત્યક્ષદર્શીનો દાવો કર્યો છે.


રાધિકા જ્વેલર્સનો પરિવાર ફસાયો હોવાનું પણ  અનુમાન છે. હાઈડ્રોલિક ક્રેનની મદદથી લોકોનું  રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.  150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ છે. ઘટનાની જાણ થતાં અધિકારી સહિત ડેપ્યુટી મેયર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.રાધિકા જ્વેલર્સના માલિકનો પરિવાર પણ આગમાં ફસાયાનું અનુમાન છે. ફાયરબ્રિગેડે  બે પરિવાર સાથે એક બાળક સહિત પાંચ લોકોનું  સહી સલામત રેસ્ક્યુ કર્યું છે, હાઈડ્રોલિક ક્રેઈનને ફાયર કર્મીઓ બિલ્ડીંગમાં પહોંચ્યા છે.