રાજકોટમાં સગીરાને ભગાડી જવાના કેસમાં આખરે ફરિયાદ  નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, શહેરમા સગીરાને ભગાડી જવાના કેસમાં આખરે પોલીસે ફરિયાદ નોંધી હતી. સગીરાના પરિવારજનોએ મનિષભાઈ અઘેરા નામના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિવારનો આરોપ છે કે દોઢ માસથી મનિષ અઘેરા તેમની દીકરીને ઉઠાવી ગયો છે. દીકરીના અપહરણ બાદ યુવક અને તેના પિતા સહિતના ઘરેથી ગાયબ હોવાનો પણ આરોપ લગાવવામાં રહ્યો છે. પરિવારે સગીરાને પરત લાવવા હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સની અરજી દાખલ કરી છે. સગીરાના પરિવારે આરોપ લગાવ્યો હતો કે પોલીસ પણ તેમની દીકરીને શોધવા માટે સહકાર આપી રહી નથી. યુવતીની માતાએ જો દીકરી પરત ન મળે તો ધરણાની ચીમકી આપી હતી.


ભોગ બનેલી સગીરાના પરિજનો દ્વારા મીડિયા સમક્ષ આપવીતી જણાવામાં આવી હતી. સગીરાના પિતાએ જણાવ્યું હતું કે દોઢ મહિનાથી મારી 17 વર્ષની દીકરીને મનીષ ઉઠાવીને લઈ ગયો છે. દોઢ મહિનાથી તેમનો કોઈ અતોપતો નથી. મારી દીકરીને ઉઠાવી ગયા બાદ તે યુવક અને તેના પિતા સહિતના ગાયબ છે. ભાજપની સરકાર કહે છે કે દીકરી બચાવો પણ એક પણ નેતા મારી દીકરીને બચાલવા સામે આવ્યો નથી. હાઇકોર્ટમાં અમે હેબિયર્સની અરજી દાખલ કરી છે. પીઆઈ કે અન્ય અધિકારો સહયોગ આપતા નથી. પોલીસની કામગીરી કે સરકારની કામગીરીથી કોઈ સંતોષ નથી. અમે થાકી ગયા છીએ. દીકરી બચાવો ના નારા જ લાગી રહ્યા છીએ તો બીજી બાજુ યુવતીની માતાએ રડતા રડતા કહ્યું હતું કે મારી દીકરી પરત નહીં મળે તો કલેક્ટર કચેરીએ ન્યાય માટે ધરણા કરીશ.


પિતાએ જ પોતાની દીકરી પર દુષ્કર્મ આચર્યુ


અમરેલીમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, પિતાએ જ પોતાની દીકરી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના ઘટી છે. બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અમરેલી જિલ્લામાં સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન એવો કિસ્સો ઘટ્યો છે, બગસરામાં એક હવસખોર પિતાએ પોતાની દીકરી પર દાનત બગાડી અને તકનો લાભ ઉઠાવ્યો હતો. પોતાની સગીર દીકરી પર પિતાએ અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ, જોકે, સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટતા પિતાની ધરપકડ કરવામાં આવી છે. ભોગ બનનારી પીડિત દીકરીએ પિતાની કરતૂતોનો સામનો કરતાં બાદમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પિતા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, હાલમાં પોલીસે નરાધમ આરોપી પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.