મોરબીઃ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને પગલે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. તેમજ રસ્તાઓ પણ પાણી પાણી થઈ ગયા છે. આ બધાની વચ્ચે મોરબી ખાતે આવેલો માટેલ ધરો ફરીથી ઓવરફ્લો થયો છે. માટેલિયો ધરો ઓવરફ્લો થતાં ત્રણ લોકો તણાયા હતા. જોકે, ગ્રામજનોએ જીવના જોખમે બે લોકોને બચાવી લીધા હતા. જ્યારે એકની શોધખોળ ચાલું છે.


મોરબીમાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અવની ચોકડી અને અરુણોદય નગર વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકોને મુશેકલી વેઠવી પડી હતી. ઘોડાધ્રોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખરેડા ગામ પાસેથી નદી બે કાંઠે વહી રહી છે. ઘોડાધ્રોઇ નદીનો ધસમસતો પ્રવાહ ગામ પાસેથી પસાર થતો જોવા મળ્યો હતો.



માળીયા મિયાણાના ભાવપર ગામે બકરાના મોત થયા છે. વરસાદ પડતાં વીજ પોલ પાસે રહેલ 4 બકરાના મોત થયા છે. તો માળીયા હાઇવે પરથી નાગડાવાસ જવાના રસ્તે પાણી ફરી વળ્યાં હતા. હળવદનો બ્રાહ્મણી ડેમ-2 ઓવરફલો થયો છે. નિચાણવાળા 9 ગામોને કરાયા એલર્ટ કરાયા હતા.

રાયસંગપુર,ધનાળા,મયુરનગર,ચાડધ્રા,સૂસવાવ,કેદારીયા,માનગઢ, ટીકરને કરાયા એલર્ટ કરાયા હતા. મોરબી 1 અને 2 ને જોડતો બેઠો પુલ વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતો. મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. નગરપાલિકા અને પોલીસની ટીમને તકેદારીના ભાગ રૂપે બેઠા પુલ પાસે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી.