Heart Attack: રાજ્યમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે. રાજકોટના જેતપુરમાં પરપ્રાંતિય શ્રમિકને હાર્ટ એટેક આવ્યો હતો. જૂની સાંકળી ગામે સીમ વિસ્તારની વાડીમાં ખેત મજૂરી કરતા શ્રમિકને હાર્ટ એટેક આવતા જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. જીતન ગંગારામ નામના 20 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી નિધન થતાં પરિવારમાં શોક ફેલાયો હતો.


તાજેતરમાં ડો.શ્રીરામ નેનેએ ઈન્સ્ટા પર આ પોસ્ટ શેર કરી હતી. જેના અનુસાર સોમવારે હાર્ટ એટેકનો ખતરો સૌથી વધુ હોય છે. ડો.નેને પહેલા સોમવારે હાર્ટ એટેક આવવા પર ચર્ચા થઈ ચૂકી છે. આ પહેલા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશને એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, આ દિવસે હાર્ટ એટેકનો ખતરો 13 ટકા વધારે રહે છે. તેને બ્લ્યૂ મંડે પણ કહેવાય છે.   આ ખતરો સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો હોય છે. જોકે, આ વિશેની કોઈ માહિતી નથી. આ માત્ર અનુમાન છે કે, સોમવારે સવારે ઉઠવા પર બ્લડ કોર્ટિસોલ અને હોર્મોન વધી ગયેલા હોય છે. આ કારણે સર્કાડિયન રિદન હોઈ શકે છે. જે ઉંઘવા અને ઉઠવાની સાઈકલને યોગ્ય રાખવાનું કામ કરે છે. જાણકારો કહે છે કે, ઊંઘવા અને ઉઠવાની સાયકલમાં બદલાવ સૌથી વધુ સ્વાસ્થય પર અસર કરે છે.  


ડોક્ટર નેનેએ જણાવ્યું કે, વિકેન્ડ પર મોટોભાગના લોકો પોતાના પસંદગીના શો જુએ છે અથવા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે પાર્ટીમાં જતા હોય છે. જેને કારણે મોડી રાતે ઊંઘ કરતા હોય છે. આ કારણે તેમને ઊંઘવાની અને જાગવાના સમયમાં અસર થાય છે અને સર્કાડિયન રિદનમાં બદલાવ થવાથી રવિવારે રાતની ઊંઘ ઓછી હોય છે. જેને સોશિયલ જેટ લૈગ કહેવાય છે. ઊંઘ ઓછી આવવી કે ખરાબ આવવાથી બ્લડ પ્રેશર કે કોર્ટિસોલનું લેવલ વધે છે. જે હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે.


આ ઉપરાંત એક કરતાં વધુ અભ્યાસમાં હાર્ટ એટેકના કેસ અને ગુસ્સા વચ્ચે કંઈક સંબંધ જોવા મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારે લાગણીઓ હૃદયની નળીઓને સંકુચિત કરીને અને રક્ત પ્રવાહને અસર કરીને બે કલાકની અંદર જોખમ વધારે છે. વધુ તીવ્ર અથવા વારંવાર ગુસ્સો આવવો, સમયાંતરે વ્યક્તિના હૃદયના સ્વાસ્થ્યનું જોખમ વધારે છે.