Morbi Crime News: મોરબીમાં પ્રેમ પ્રકરણની એક વિચિત્ર ઘટના સામે આવી છે, એક મહિલાએ પોતાના પ્રેમીનો નંબર બ્લૉક કરી દેતા પ્રેમીએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર હુમલાની ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઇ જતાં મહિલાએ પોતાના પ્રેમી હુમલાખોરની ઓળખ કરી હતી, આ પછી મહિલાએ મોરબી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના પ્રેમી અને બે અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. 


મોરબીમાં પ્રેમ પ્રકરણનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, ખરેખરમાં ઘટના એવી છે કે, ગઇ 7મી ફેબ્રુઆરીએ એક પરિણીતા જેનુ નામ આરતીબેન જશવંતભાઇ છનીયારા છે, તેના પર પોતાના જ પ્રેમી જેનું નામ વિજય બારૈયા છે, તેને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં પરિણીતાએ પહેલા પોતાના પ્રેમીને બ્લૉક કરી દીધો હતો, જેનાથી ગુસ્સે ભરાયેલા પ્રેમી વિજય બારૈયાએ તકનો લાભ લઇને બે શખ્સો સાથે મળીને પરિણીતાને તેની જ સોસાયટીમાં જઇને હુમલો કર્યો હતો, પ્રેમીએ લાકડીઓ વડે પરિણીતા પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં પરિણીતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી.


7મી ફેબ્રુઆરીએ પરિણીતા પર પોતાના પ્રેમી અને અન્ય શખ્સો દ્વારા હુમલો કરાયા બાદ તેને પોતાના પ્રેમી પર શંકા ગઇ હતી, આ પછી તેને સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા જેમાં હુમલો કરનાર પોતાનો પ્રેમી જ નીકળ્યો હતો. પરિણીતાએ આ હુમલાની ઘટનાને લઇને મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


કિશોરીને યુવક લઈ ગયો હોટલમાં, મધરાતે રડતી રડતી ઘરે પહોંચી ને પછી.....


સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના આવી છે. સગીરાને યુવક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. થોડા દિવસ પહેલા કિશોરી ઘરે પરત નહીં ફરતાં ચિંતાતુર પરિવારે શોધખોળ કરી હતી. દરમિયાન મોડીરાત્રે 12 વાગ્યે સગીરા ઘરે રડતી-રડતી પહોંચી હતી. પરિવારે પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.


લગ્નની લાલચ આપી લઈ ગયો હોટલમાં


સુરતના ઈચ્છાપોરમાં રહેતી 14 વર્ષની કિશોરીને રાહુલ નામના યુવકે લગ્નની લાલચ આપી સુંવાલી તથા હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. 8મી ફેબ્રુઆરીના રોજ કિશોરી ઘરે પરત નહિ ફરતા ચિંતાતુર પરિવારે શોધખોળ કરી હતી, દરમિયાન મોડીરાત્રે 12 વાગ્યે સગીરા ઘરે રડતી-રડતી પહોંચી હતી. પરિવારે પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. જે બાદ આખરે સમગ્ર મામલો ઇચ્છાપોર પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપી રાહુલ સંજય વાઘની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી  હતી.


સુરતના કાપોદ્રા વિસ્તારમાં સાડીના કારખાનામાં સાથે કામ કરતી 16 વર્ષની તરૂણીની અવારનવાર છેડતી કરનાર 32 વર્ષના પરણિત યુવાન વિરુદ્ધ કાપોદ્રા પોલીસે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. કાપોદ્રા વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરુણી સાડીના કારખાનામાં અગાઉ નોકરી કરતી હતી.તેની સાથે જ કારખાનામાં કામ કરતા નિકુંજે ગત 16 થી 20 જાન્યુઆરી દરમિયાન તેની સાથે અવારનવાર અડપલાં કર્યા હતા અને તેનો હાથ પકડી બાથ ભરી દીધી હતી.ગભરાયેલી તરુણીએ તેથી નોકરી પણ છોડી દીધી હતી. આ અંગે બાદમાં તરુણીએ પોતાના પરિજનોને જાણ કરતા તેના પરિજને કાપોદ્રા પોલીસ મથકમાં નિકુંજ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે મૂળ જૂનાગઢના વતની અને સુરતમાં કામરેજ ખાતે રહેતા 32 વર્ષીય પરણિત નિકુંજ જમનાદાસ પનારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.