મોરબીઃ રાજકોટ આયકર વિભાગનું વધુ એક સર્ચ ઓપરેશન શરૂ થતાં મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે. મોરબીમાં કયુટન સીરામીક ગ્રુપ પર દરોડા પડ્યા છે. 25 જેટલા સ્થળે આયકર વિભાગ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું. અમદાવાદ, મોરબી અને રાજકોટમાં દરોડા પાડવામાં આવ્યા છે. મોટી માત્રામાં કરચોરી સામે આવે તેવી સંભાવના છે. વહેલી સવારથી એકસાથે તમામ સ્થળે સર્ચ શરૂ કર્યું છે. 


Muharram 2022 : જામનગરમાં તાજીયાની રાતે વીજશોક લાગતાં બેના મોત, 10થી વધુ લોકો ઘાયલ


જામનગરઃ તાજીયાની રાતે વીજશોટ લાગતા દસથી વધુ લોકોને ઇજા પહોંચી છે. શહેરના  ધરારનગર વિસ્તારમાં ગત રાત્રીના સમયે ઘટના બની વીજશોક લગતા બે વ્યક્તિઓના મોત થયા છે. ઇજાગ્રસ્ત થયેલ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. શહેરમાં ગોઝારી દુર્ઘટના બનતા SP પ્રેમસુખ ડેલુ જી જી હોસ્પિટલે પહોંચ્યા હતા. કઈ રીતે આ ઘટના બની તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


સોમવારે મધરાતે તાજિયાના જુલૂસ કાઢતી વખતે દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. તાજિયાના ઉપરના ભાગે વીજવાયર અડી જવાથી શોર્ટ સર્કિટ ઘટી હતી. ઘાયલ થયેલા સંખ્યાબંધ લોકોને જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન વીજકરંટ લાગેલા બે યુવકનાં મોત થયા હતા, જ્યારે અન્ય 12 જેટલા યુવકને સારવાર આપવામાં આવી રહી છે.


વીજકરંટથી ઘાયલ થયેલા યુવકોને મધરાતે જ યુદ્ધના ધોરણે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન આસિફ યુનુસભાઈ મલેક (ઉ.વ. 23, રહે. ધરારનગર) અને મહંમદ વાહીદ (ઉ.વ. 25)નાં મોત થયા હતા.બનાવની જાણ થતા જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો મેળવીને જરૂરી કાર્યવાહી કરવા પોલીસ અધિકારીને સૂચના આપી હતી.