મોરબીઃ મોરબીના કાન્તીનગર વિસ્તારમાં પ્રેમી સાથે મળી પતિની હત્યાના ગુનામાં પોલીસે યુવતીના પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે. યુવતીએ પ્રેમસંબંધમાં આડખીલી બની રહેલા પતિનો કાંટો કાઢવા માટે પ્રેમી સાથે મળીને કાવતરું ઘડી કાઢ્યું હતું અને તે પ્રમાણે પ્રેમીએ તેના મિત્ર સાથે મળીને પ્રેમિકાના પતિને પતાવી દીધો હતો. જોકે, આ ગુનામાં આરોપી પત્ની અને પ્રેમીનો બનેવી ફરાર છે.
આ અંગે મળતી વિગતો એવી છે કે, પરણીત યુવતીને યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, પતિ તેમાં આડખીલી બનતો હોવાથી પત્નીએ ફિલ્મી સ્ટાઈલથી હત્યાનું કાવતરું ધડ્યું હતું. યુવતીએ તેના પ્રેમીએને કહ્યું, શૈલેશ મને તારી સાથે નહિ રહેવા દે. આથી પ્રેમીએ પ્રેમિકાને કહ્યું, તું તેને કાન્તીનગરમાં લઇ આવ ત્યાં હું તેને પતાવી દઈશ.
આ પછી કાવતરા પ્રમાણે મરણ જનાર શૈલેશ અગેચાણીયા કાન્તીનગરમાં આવતાની સાથે જ પ્રેમી અને તેના મિત્રે શૈલેશને માથામાં પાઈપ મારીને મારી માર્યો હતો. તેમજ આરોપી જુમાના ઘરે લઇ જઈ તા.૨૭ ના રોજ હત્યા કરી અને બાદમાં તેને ગાડીમાં રાખીને તા.૨૮ ના રોજ આરોપી જુમાના ઘરની પાછળ દાટી દીધો હતો.
હત્યા મામલે પોલીસે હત્યા સહીત ૧૨૦(b)નો ઉમેરો કરી બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી જુમા માજોઠી અને તેના મિત્ર શાહરૂખની ધરપકડ કરી છે. આરોપી પત્ની યાસ્મીન ઉર્ફે આરતી અને જુમાના બનેવીની પોલીસ શોધખોળ હાથ ધરી છે.
Morbi : યુવતીએ પ્રેમીને કહ્યું, 'શૈલેષ મને તારી સાથે રહેવા નહીં દે....', ને પછી ખેલાયો ખુની ખેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Mar 2021 02:48 PM (IST)
પરણીત યુવતીને યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, પતિ તેમાં આડખીલી બનતો હોવાથી પત્નીએ ફિલ્મી સ્ટાઈલથી હત્યાનું કાવતરું ધડ્યું હતું.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -