મોરબીઃ મોરબીના લખધીરપુર પર રોડ પર સીરામીકમાં હત્યાનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રેડિયન્ટ એનર્જી સીરામીકના લેબર ક્વાર્ટરમાંથી મૃતદેહ મળ્યો છે. છરીના ઘા હોવાની પ્રથામિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થયા બી ડિવિઝન પોલિસ પી આઈ વિરલ પટેલ સહિતની સ્ટાફ દોડી ગયો ગયો હતો. યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. 


અન્ય એક ઘટનામાં પતિના આડા સંબંધથી કંટાળી પત્નીએ ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવતા ખળભળાટ મચી ગયો છે. માતાએ આપઘાત કરી લેતા બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. પતિના અનૈતિક સંબંધથી પત્ની રોષે ભરાઈ હતી. મૃતકના ભાઈનો આક્ષેપ  છે કે એક વર્ષ પહેલા પણ બહેન રીસામણે આવી હતી.


કોઠારીયા સોલવન્ટમાં રહેતી રીના પરમાર (ઉં.વ.28)એ  પતિના આડાસંબંધથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. આજે વહેલી સવારે રીનાએ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીધા અંગે નાના ભાઈ પંકજ અને પતિને ફોન કરી જાણ કરી હતી. 


બનાવની જાણ થતાં ભાઈએ ઘરે દોડી જઇ બહેનને સારવાર અર્થે પ્રથમ મવડીમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે મહિલાની સ્થિતિ ગંભીર જણાતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. પરતું સિવિલ હોસ્પિટલમાં પરણિતા પહોંચે તે પૂર્વ જ મોત નીપજતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.


બનાવના પગલે આજીડેમ પોલીસે સિવિલ દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો. પરણિતાના આપઘાત અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મૃતક રીના એક વર્ષ પહેલા પણ બહેન રીસામણે આવી હતી. સાતમ આઠમ નિમિત્તે માવતરે જવા બાબતે પણ ઝઘડો થયો હતો. પતિને અન્ય સ્ત્રી સાથે પણ સબંધ હોવાથી અવાર નવાર ઝગડા ચાલતા હતા. 


મૃતક પરણીતાને સંતાનમાં એક દિકરો છે અને એક દિકરી છે. પરણીતાના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. પતિ ડ્રાઇવીંગ કામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકે, પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળી અંતે આત્મધાતી પગલુ ભરી લીધુ હોવાનું પોલીસ તપાસમાં પણ ખુલવા પામ્યું છે.