રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું રાજકીય પ્રવેશનું રહસ્ય હવે ગમે ત્યારે ખુલી શકે છે. નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે નહિ તે ચિત્ર નજીકમાં છે. રાજકોટ નજીક આટકોટ PM આવી રહ્યા છે ત્યારે નરેશ પટેલ રાજકીય પ્રવેશને લઇ જાહેરાત કરે તેવી અટકળો તેજ થઈ છે. રાજકોટમાં આવતી કાલે નરેશ પટેલે મીડિયાકર્મીઓ સાથે મિલન યોજ્યું. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને આમંત્રિત કરતા નરેશ પટેલ મોટી જાહેરાત કરશે તેવી અટકળો તેજ થઈ છે. 

Continues below advertisement

પાટીદાર દીકરા-દીકરીના સગપણને લઈને પહેલીવાર યોજાઈ ચિંતન શિબિર

રાજકોટ:  સમાજની સમસ્યાઓ ઉકેલવા પાટીદારોની પહેલીવાર યોજાઈ ચિંતન શિબિર યોજાઈ હતી. પાટીદારોના દીકરા-દીકરીઓના સગપણને લઈને અનેક સમસ્યાઓ આવી રહી છે જે અંગે આ શિબિરમાં ચિંતન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિર હેમુ ગઢવી હોલમાં શનિવારે યોજાઈ હતી. ચિંતન શિબિરમાં યુવક-યુવતીઓ અને માતા-પિતા હાજર રહ્યા હતા.લગ્ન અંગેના વિવાદો ઉકેલવા 10 સમાજશાસ્ત્રીઓની ટીમ બનાવવામાં આવી. જુના રિવાજોને સ્થાને આધુનિક વિચારસરણીને સ્થાન મળશે. 1500 થી વધુ લોકોને ચિંતન માટે પ્રશ્નોતરી પૂછવામાં આવી હતી. ચિંતન શિબિરમાં સમાજના લોકોએ તારણો રજૂ કર્યા હતા. જેમા,

- દીકરા-દીકરીઓની અભ્યાસ વધતા ડિમાન્ડ વધી- સુંદરતા વધુ પસંદ કરતાં પાટીદાર યુવાનો-યુવતીઓ- 465 સગાઈ ઓનલાઇન થઈ- દીકરા-દીકરીઓની પસંદગી બદલાઈ- શિક્ષણ, દેખાવ, ઊંચાઈ બાબતે કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી- જમીન, ઉદ્યોગ, નોકરીની માંગ વધી- સંયુક્ત પરિવારમાં દીકરીઓ પસંદ નહિ કરતી, એકલા અને શહેરમાં રહેતા પર પસંદગી વધુ

Continues below advertisement

રાજકોટમાં મળેલી ચિંતન શિબિરમાં આ બધી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેથી આવનારા સમયમાં પાટીદાર યુવક-યુવતીના લગ્નને લઈને સામે આવી રહેલી સમસ્યાનું સમાધાન લાવી શકાય.