રાજકોટ: ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પ્રધાનમંત્રી મોદીને મળીને ગુજરાત પરત ફર્યા છે. હવે આ મુલાકાતની તસવીરો સામે આવી છે. નરેશ પટેલ સાથે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત રાજકીય ન હોવાની વાત નરેશ પટેલ કહી રહ્યા છે. તો બીજી તરફ પીએમ મોદી ખોડલધામની મુલાકાત લઈ શકે છે. જેના આમંત્રણને લઇને ચર્ચા થઈ હોય તેવી અટકળો ચાલી રહી છે. આ ઉપરાંત રમેશ ટીલાળાએ પણ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી છે. આ બેઠકમાં મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા.




છેલ્લી ઘડીએ બસનું રિઝર્વશન કેન્સલ 


ગુજરાતમાં દિવાળીના તહેવારને પગલે લોકો વતન ભણી જઈ રહ્યા છે. જેને કારણે એસટી બસ અને પ્રાઇવેટ બસોમાં ભારે ભીડ જોવા મળી છે. દિવાળીમાં વતન જઈ રહેલા મુસાફરો સાથે એબીપી અસ્મિતાએ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એસટી બસનું રિઝર્વેશન છેલ્લી ઘડીએ કેન્સલ થઈ જતાં કેટલાક મુસાફરોએ બળાપો કાઢ્યો હતો.  એક મુસાફરે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર જવા માટે અમારી બસનો ટાઇમ 8.45નો હતો. 10 વાગ્યે બસ આવી. અમે એક્સ્ટ્રા બસનું ન્યુઝમાં જોયું હતું. કોઈ એક બસ મળી નથી. રિઝર્વેશ હતા એ પણ કેન્સલ થઈ ગયા છે. એટલે અમે તો સખત કંટાળી ગયા છીએ આ ભાજપથી હવે. 


અન્ય એક મુસાફરે કહ્યું હતું કે, દોઢ મહિના પહેલા અમદાવાદથી સોનગઢ માટે બૂકિંગ કરાવ્યું હતું. લાસ્ટ રવિવારે મને મેસેજ આવ્યો કે, બસ આખી કેન્સલ થઈ ગઈ છે. એટલે હવે મારે અમદાવાદથી ભાવનગરની બસ કરવી પડી અને ત્યાંથી મારા ગામ જઇશ. તો પછી એડવાન્સ બૂકિંગનો શું મિનિંગ?  અનિવાર્ય સંજોગોમાં બસ કેન્સલ કરી એવું કારણ આપ્યું. બીજા એક મુસાફરે કહ્યું કે, મેં 15 દિવસ પહેલા બસનું બૂકિંગ કરાવ્યું હતું. એ પણ મને છેલ્લી સીટમાં મળ્યું હતું. એટલે એડિશનલ બસો મુકી હોય એવું કંઇ લાગતું નથી. 


દિવાળીના તહેવારની શરૂઆત સાથે  વતનમાં જવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. એસટી નિગમ દ્વારા વધરનાની બસ દોડવાઈ રહી છે. દિવાળીના તહેવાર માટે વધારાની 2300 દોડવાઇ. 


વેકેશન શરૂ થતાં લોકો માદરે વતન જવા રવાના થયા છે. સુરત બસ સ્ટેન્ડ પર ભારે ભીડ છે. ખાસ કરીને કામદાર વર્ગ દાહોદ ગોધરા જવા રવાના. દિવાળીના તહેવારમાં મુસાફરોની માર્ગને પહોંચી વળવા એસટી વિભાગ વધારાની બસ દોડાવી રહ્યું છે. 24 તારીખથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની એક્સ્ટ્રા બસો દોડશે. બુધવાર અને ગુરૂવાર આમ બે દિવસ સુરત થી એસટી બસોની 207 ટ્રીપો દોડાવાઇ હતી. જેનાથી 30,46,504 રૂપિયાની આવક થઈ હતી. દિવાળીના દિવસ સુધી સુરતથી એક્સ્ટ્રા સંચાલિત કરવામાં આવશે. એસટી ભાગને બે દિવસમાં 30 લાખની એક્સ્ટ્રા કમાણી થઈ.