રાજકોટ: આજે 7 માર્ચ નેશનલ હેર ડોનેશન ડે તરીકે ઓળખાય છે. વિશ્વ અવર રિસ્પોન્સિબિલિટી ગ્રુપના સહયોગથી ચંદ્રિકાબેન પંચાલ, ઉર્વી પંચાલ અને દર્શન પરમારના હેર ડોનેટ કરવામાં આવ્યા. 

Continues below advertisement

ઉર્વી પંચાલે જણાવ્યું કે,  "મારા વાળનો  ગ્રોથ સારો છે. મારે નિયમિત હેર કટ કરાવવા જ પડતા હોય છે. મે વિચાર્યું કે મારા વાળ કોઈક બીજા વ્યક્તિના કામમાં આવે. તમારી પાસે જે પણ વસ્તુ હોય જે બીજાના કામમાં આવતી હોય તો એનાથી ઉત્તમ બીજું કંઈ ના હોય. મેં અને મારી મમ્મીએ સાથે વાળ ડોનેટ કર્યા મમ્મીએ તો એકદમ બોય કટ વાળ કરાવી દીધા."

Continues below advertisement

જે વ્યક્તિના વાળની લંબાઈ 12 ઇંચથી વધારે હોય તે હેર ડોનેટ કરી શકે છે. જો તમારે જડમૂળમાંથી વાળના કપાવવા હોય તો 12 ઇંચ જેટલા વાળ ડોનેટ કરી શકો છો. તમારા દ્વારા ડોનેટ કરાયેલ વાળ મુંબઈ એક બીજી સંસ્થામાં જાય છે. મળેલા વાળને ભેગા કરી અને એક વીગ બને જે કેન્સરની સારવાર દરમિયાન જે લોકોના વાળ ખરતા હોય છે તેવા વ્યક્તિઓને આપવામાં આવે છે.

પુરુષ કે મહિલા કોઈપણ વાળ દાન કરી શકે છે. ગુજરાતમાં ઘણા એવા પણ કિસ્સા છે કે મહિલાઓએ સંપૂર્ણ વાળ કઢાવી અને દાન કરેલા છે.  તમે પણ જો વાળ દાન કરીને કેન્સર પીડિતોની મદદ કરવા માંગો છો તો  Visw our Responsibility નો સંપર્ક કરી શકો છો.

રાજકોટના વતની અને છેલ્લા 7 વર્ષથી ફિલ્મમેકિંગ અને મીડિયા ક્ષેત્રમાં Creative Director તરીકે કામ કરતા દર્શન પરમારે બીજીવાર કેન્સર પીડિત લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે પોતાના 1  વર્ષથી પણ વધુ સમયથી લાંબા કરેલા 12 ઇંચથી પણ વધુ લંબાઈના વાળ કપાવીને ડોનેટ કર્યા હતા. વધુમાં દર્શન પરમારનું કહેવું છે કે પહેલા મેં શોખથી લાંબા વાળ કરેલા પણ જ્યારે પહેલીવાર મેં આ વાળ કેન્સર પીડિત લોકો માટે ડોનેટ કરેલા ત્યારે મને ખૂબ જ આનંદની લાગણી અનુભવાઈ હતી.  ત્યારથી જ મેં નક્કી કરેલું કે હવે જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી આ રીતે લાંબા વાળ કરતો રહીશ અને કેન્સર પીડિત લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે આ વાળને ડોનેટ કરતો રહીશ.