રાજકોટ:  રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે  આવી છે.  પીજીવીસીએલ દ્વારા પ્રિ- મોનસૂનની કામગીરી ક્યાં થઈ તેને લઈને સવાલો ઉભા થયા છે. રાજકોટ શહેરના અલગ-અલગ રાજમાર્ગો પર પેટીઓ અને ફ્યુઝ ખુલ્લા જોવા મળ્યા છે.


મોટા પ્રમાણમાં બીલ ફટકારતી પીજીવીસીએલ ફ્યુઝ પણ ખરીદ કરી શકતી નથી.દુર્ઘટના બને તો આના માટે જવાબદાર કોણ. શહેરના મુખ્ય રાજમાર્ગ પર પીજીવીસીએલની આ પરિસ્થિતિ છે તો ગામડાઓમાં શું પરિસ્થિતિ હશે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અલગ અલગ પેટીઓમાં ફ્યુઝના બદલે તારની આંકડ મારવામાં આવી છે. 
 
રાજકોટના વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો અને કહ્યુ, પીજીવીસીએલની ઘોર બેદરકારી છે.  છેલ્લા દસ વર્ષથી આ પેટીની હાલત આવી જોવા મળે છે. રાજકોટના આનંદ બંગલા ચોકમાં ખુલ્લા ફ્યુઝ જોવા મળ્યા હતા. શહેરના અલગ અલગ રાજમાર્ગો અને સોસાયટીઓમાં પણ તૂટેલી પેટીઓ જોવા મળી છે.રાજકોટ જેવા મોટા શહેરોમાં પીજીવીસીએલની આવી બેદરકારી છે તો સૌરાષ્ટ્ર કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં શું પરિસ્થિતિ હશે. 


આ તારીખથી મેઘરાજા ફરી કરશે તોફાની બેટીંગ


ગુજરાતમાં 3 દિવસ મેઘરાજા વિરામ લેશે.  6 જુલાઈથી મેઘરાજા ફરી તોફાની બેટિંગ કરશે.   હવામાન વિભાગે આ આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ વરસશે.  ત્રણ દિવસ બાદ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં જ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે.  જો કે આજે સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. 6 જુલાઈના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 જુલાઈના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.   હવામાન વિભાગના મતે 4 જુલાઈથી પવનની ગતિ વધશે.  આ કારણોસર 4 થી 7 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.   અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.  આગાહીકાર અંબાલાલ પટેલના અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને વરસશે મેઘરાજા.  અંબાલાલ પટેલના મતે 7 થી 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે. 


અંબાલાલ પટેલે શું કરી આગાહી


આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને  વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.  7થી 12 જૂલાઇ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.  25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર  વરસાદ પડશે. પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.