મોરબી: ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં કોરોના સ્થિતિ બેકાબૂ છે જોકે આજે મોરબી જિલ્લામાં આજે ફરી કોરોનાનો નવો રેકોર્ડ સર્જાયો હતો. એક જ દિવસમાં કોરોનાનો વધુ 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે.


સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે બેકાબૂ બનતી જાય છે ત્યારે મોરબી આજે ફરી કોરોનાનો નવો રેકોર્ડ સર્જાયો છે. એક જ દિવસમાં મોરબી જિલ્લામા વધુ 28 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

મોરબી શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાના કુલ કેની સંખ્યા 293 પર પહોંચી ગઈ છે. આરોગ્ય વિભાગે આ અંગે હજુ સુધી જાહેર કર્યું નથી. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે છે.

આરોગ્ય વિભાગને પૂછવામાં આવતાં જબાવ આપવા તૈયાર નથી. ફોન કરવા છતાં પણ આરોગ્ય વિભાગ સત્તાવાર આંકડા જાહેર કરવામાં ઢીલ કરે છે તેવું લાગી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા આંકડા છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.