રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. કોરોનાના વધી રહેલા સંક્રમણને પગલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ રાજકોટની મુલાકાત લેવાના છે. મુખ્યમંત્રી રૂપાણી લાંબ સમય બાદ વતન રાજકોટમાં આવી રહ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરશે. જિલ્લા કલેક્ટર, મનપા કમિશ્નર, પોલીસ કમિશ્નર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. શહેર ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. સવારે સાડા દસ વાગ્યે જિલ્લા કલેક્ટર કચેરીમાં મીટિંગ થવાની છે.

નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાના કેસ 1000 ને પાર થઈ ગયા છે, તો તો શહેર અને જિલ્લામાં 1600ને પાર થયા છે. સતત વધતા કેસને લઈને આરોગ્યની સુવિધાઓ બાબતે પણ ચર્ચા કરશે.