નોંધનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન દરમિયાન લોકો બીજા રાજ્યો અને કોરોનાગ્રસ્ત શહેરોમાંથી પોત-પોતાના વતન પરત ફરી રહ્યા છે. જેને કારણે અત્યાર સુધી કોરોનામુક્ત રહેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસો વધી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો પણ ભયભીત બન્યા છે.
ગઈ કાલે રાજકોટમાં નાયબ કલેક્ટરની દીકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નાયબ કલેક્ટરની 27 વર્ષીય દીકરી અમદાવાદથી પરત રાજકોટ આવ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત ગઈ કાલે જસદણનાં જંગવડ ગામના 80 વર્ષીય વૃધ્ધાને કોરોના પોઝીટીવ આવ્યો હતો. અમદાવાદના રેડ ઝોનથી જંગવાડ ત્રણ દિવસ પહેલા આવ્યા હતા.