સૌરાષ્ટ્રમાં પણ દિવસે ને દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મોરબીમાં એક વૃદ્ધાનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતાં સમગ્ર વસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. મોરબીમાં અત્યાર સુધીમાં માત્રને માત્ર 2 જ કેસ નોંધાયા છે.

મોરબીના વાવડી રોડ પર આવેલા સોમૈયા સોસાયટીના રવિ પાર્કમાં રહેતા વૃદ્ધાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. વૃદ્ધાને પોઝિટિવ આવતાં જ સમગ્ર વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. રવિ પાર્ક વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત 2 ફ્લેટ અને 10 મકાનના 123 જેટલા લોકોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આરોગ્યની 10 જેટલી ટીમો દ્વારા આજથી તમામનું સર્વેક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે.