રાજકોટઃ રાજકોટમાં CMના નિવાસ સહીતની વધુ 12 સોસાયટીઓમાં હવે અશાંતધારો લાગુ થયો છે. ક્લેક્ટરની મંજુરી બાદ ખરીદ વેચાણ કરી શકાશે. સિટી સર્વે કચેરીએ સર્વે પૂરો કરી લીસ્ટ જાહેર કર્યુ છે. CMનુ નિવાસ સ્થાન પ્રકાશ સોસાયટીમાં છે. આ અશાંત ધારાના સર્વેમાં પોલીસ કમિશ્નરનો બંગલો, એ.જી ઓફિસ, ડી. ડી.ઓનો બંગલો જે.સી.પીનો બંગલો અધિક ક્લેક્ટરનો બંગલો સહીત વિસ્તારોનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રના 5 શહેરો માટે મોટા ખુશીના સમાચાર, PGVCL નાંખશે અંડર ગ્રાઉન્ડ કેબલ
રાજકોટઃ તાઉતે વાવાઝોડા બાદ પીજીવીસીએલે બોધપાઠ લીધો છે. હવે રાજકોટ સહિત પાંચ શહેરોમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવામાં આવશે. તાઉતે વાવાઝોડામાં 1400 કરોડનું નુકસાન થયું હતું. ત્યારે બીજી વખત આટલી મોટી નુકસાની ન ભોગવવી પડે એટલા માટે આ નિર્ણય લેવાયો છે. અંડરગ્રાઉન્ડ કેબલથી વીજ વિક્ષેપની ઘટનાઓ ઘટશે. લોકોને અવિરત વીજ પ્રવાહ મળી શકશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ના શહેરો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
PGVCLના એમ.ડી ધીમત વ્યાસે મોટું નિવેદન આપ્યું હતું. અન્ડર ગ્રાઉન્ડ વાયરિંગ નાખવામાં આવશે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે એક એક ટાઉનમાં વાયરો નાખવાની વિચારણા છે. અંદાજિત 300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વાયરો અન્ડર ગ્રાઉન્ડ નાખવાથી કોઈપણ શહેરનું બ્યુટીફિકેસન વધશે. સાથે વીજ અકસ્માતો અને શોર્ટસર્કિટ નહિવત થશે.
UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર, જાણીને થઈ જશો ખુશ
સુરતઃ UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર સામે આવ્યા છે, જે જાણીને તમે ખુશ થઈ જશે. હવે સુરતને UPSC સેન્ટર મળશે. સપ્ટેમ્બરમાં પરીક્ષા યોજાશે. ગુજરાતમાં UPSCની પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા ૧૧ લાખ ઉપર પહોંચી છે.