સૌરાષ્ટ્રના આ પ્રસિદ્ધ યાત્રાધામમાં થઈ કોરોનાની એન્ટ્રી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jun 2020 10:13 AM (IST)
હવે રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. 13 વર્ષની કિશોરીને કોરોના પોઝિટિવ આવ્યો છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહ્યી છે. હવે રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. 13 વર્ષની કિશોરીને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમરેલીના સાવરકુંડલા જઈને બાળકી પરત આવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 82 એક્ટિવ કેસ છે. જ્યારે 90 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 5 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 540 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 27 દર્દીઓનાં મોત થયા છે અને 340 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 26,198 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1619 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 18169 દર્દી સાજા થયા છે. ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 312, સુરતમાં 93, વડોદરામાં 45, મહેસાણા 12, ગાંધીનગર- 9, ભરુચ-9, જામનગર- 9, પાટણ 8, અરવલ્લી, 7, રાજકોટ 5, કચ્છ, જુનાગઢ 4, નર્મદા 4, વલસાડ-3, ભાવનગર-2, સાબરકાંઠા - 2, ખેડા-2, દાહોદ-2, સુરેન્દ્રનગર-2, બનાસકાંઠા-1, મહીસાગર-1, આણંદ-1, પંચમહાલ-1, છોટાઉદેપુર-1 અને નવસારીમાં 1 કેસ નોંધાયા છે.