અમરેલીઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે સૌરાષ્ટ્રમાં કોરોના કહેર મચાવી રહ્યો છે, ત્યારે હવે અમરેલી જિલ્લામાં આજથી કોવિડ-19 લેબોરેટરીનો પ્રારંભ થયો છે. અમરેલી જીલ્લાના લોકોની માંગ સંતોષાઈ છે. અમરેલીની જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે લેબનો પ્રારંભ થયો છે.


જીલ્લા કલેકટર આયુષ ઓકના હસ્તે લેબનો પ્રારંભ કરાયો છે. હવેથી કોરાના સેમ્પલ ભાવનગર નહીં મોકલવા પડે. લેબ શરૂ કરવા નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રતિક ધરણા કર્યા હતા.

ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  રાજ્યમાં સતત બીજા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. ગઈ કાલે 1305 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈ કાલે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3048 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,948  એક્ટિવ કેસ છે, જ્યારે 80,054 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 94 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,854 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 99,050 પર પહોંચી છે.