રાજકોટઃ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે રાજકોટમાં છે. ત્યારે આજે હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ભાજપના મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા હતા. વોર્ડ નંબર-5ના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારી આગેવાન અને કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે.
અતુલ કમાણીએ રાજકોટ યાર્ડમાં મચ્છરોને લઈને આંદોલન કર્યું હતું. અતુલ કમાણી ખેડૂત આગેવાન પણ છે. ABVP અને યુવા ભાજપના 20 જેટલા હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જોડાયા છે. ચાંદનીબેન લીંબાસીયા સામાજિક મહિલા આગેવાન કે જેઓ રાજકોટમાં NGO ચલાવી રહ્યા છે. તેઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે.
રાજકોટ ભાજપમાં ભંગાણઃ હાર્દિક પટેલની હાજરીમાં કયા મહિલા નેતા અને વેપારી આગેવાન જોડાયા કોંગ્રેસમાં?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2020 11:01 AM (IST)
રાજકોટમાં વોર્ડ નંબર-5ના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારી આગેવાન અતુલ કામાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -