રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટીને કારણે મોટાભાગના પાકને નુકસાન થયું છે. જેમાં ડુંગળી અને બેટેકાનો પણ સમાવેશ થાય છે. બંન્નેના કિલોનો ભાવ રૂપિયા 50થી લઈને રૂપિયા 80 સુધી પહોંચ્યા છે. ડુંગળી બટેટાના ભાવમાં તેજી જોવા મળી છે .

સામાન્ય દિવસોમાં જૂના માર્કેટ યાર્ડમાં બટેટાની આવક 15-20 ગાડીની થાય છે, જ્યારે હાલ માત્ર 10 ગાડીની અવાક થાય છે. યાર્ડમાં ડુંગળી1ના એક કટ્ટાના ભાવ 650 - 1250 બોલાયો હતો. આ સાથે બટેટાના એક કટ્ટાના ભાવ 400 - 670 બોલાયા હતા.

અનલોકમાં હોટેલ - રેસ્ટોરન્ટ શરુ થતા ડુંગળી - બટેટાની ડિમાન્ડ વધી છે. મુંબઈ - દિલ્હી જેવા મહાનગરોમાં ડુંગળી બટેટાની ડિમાન્ડ વધતા અહીં આવક ઓછી થઇ છે.