જેતપુરઃ શહેરના નાના ચોક વિસ્તારમાં રમાકાન્ત રોડ સોની બજારમાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. બાઈક પર હેલ્મેટ પહેરીને આવેલા લૂંટારુઓએ ધોરાજીના સોની યુવકને આંતરી આંખમાં ચંટણી નાંખીને લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં, સોની વેપારીને લૂંટારુઓેએ પગમાં છરીના ઘા માર્યા હતા. જેને કારણે વેપારી ઘાયલ થતાં તેમને જેતપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
સોની યુવક પાસેથી 800 ગ્રામ સોનુ અને બે લાખ રોકડા મળી અંદાજે 42 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની ઘટના બની છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવીને આધારે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે. ભોગ બનનારનું નામ ચીમનભાઈ વેકરીયા હોવાનું જાણવા મળ્યું છે. સોનું લઈને બેઠા હતા, ત્યારે પહેલા આંખમાં ચંટણી નાંખી અને પછી પગમાં છરીના ઘા મારી સોનું અને રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા.
જેતપુરઃ સોની યુવકની આંખમા મરચું નાંખી 800 ગ્રામ સોનુ-રોકડા સહિત 42 લાખ રૂપિયા લૂંટ, લૂંટારાં સીસીટીવીમાં કેદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Oct 2020 04:36 PM (IST)
બાઈક પર હેલ્મેટ પહેરીને આવેલા લૂંટારુઓએ ધોરાજીના સોની યુવકને આંતરી આંખમાં ચંટણી નાંખીને લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં, સોની વેપારીને લૂંટારુઓેએ પગમાં છરીના ઘા માર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -