રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધી આ વર્ષે મોટાભાગનો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. જેને કારણે આ વર્ષે ડુંગળીની આવક ઘટી છે. ડુંગળીની આવક ઓછી અનને માંગ યથાવત રહેતા ડુંગળીના ભાવ ઉંચકાયા છે. છેલ્લા પંદર જ દિવસમાં ડુંગળીના ભાવ એક કિલોએ 15થી 20 રૂપિયા ઉંચકાયો છે.
રાજકોટ રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. એક કિલો ડુંગળીનો ભાવ 40 થી 50 રૂપિયા થયો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના ભાવ એક મણના 600 થી 750 રૂપિયા છે. સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છતાં ભાવ ઉંચકાયા છે. હાલ ખેડૂતો પાસે ખૂબ જ ઓછી ડુંગળી છે. વેપારીઓ પાસે પણ નબળી ક્વોલિટીની ડુંગળી છે છતાં ભાવ આસમાને પહોંચ્યા છે.
ડુંગળીની આવક ઘટતા ભાવ આસમાને, જાણો રાજકોટ રિટેલ માર્કેટમાં કિલોના કેટલા છે ભાવ?
એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 29 Sep 2020 09:09 AM (IST)