Rajkot: રાજકોટમાં આયોજીત એત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં ભારે હોબાળો મચ્યો છે. નવી જિંદગીની શરુઆત કરે તે પહેલા જ વર-વધુના સપના ચકનાચૂર થઈ ગયા છે.  વરઘોડીયાના ત્યારે હોંશી ઉડ્યા જ્યારે વાજતે ગાજતે મંડપે પહોંચ્યા પછી ખબર પડી કે, સમુહલગ્નના આયોજકો તો ફરાર થઈ ગયા છે. જેવી આયોજકો ફરાર થઈ ગયા છે તેવી જાણ થઈ સહુ કોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.

Continues below advertisement

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 28 નવ દંપત્તિ લગ્નના તાંતણે બંધાવાના હતા. જોકે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યા કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી.  કન્યા પક્ષ અને વરપક્ષ બન્ને પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એન.વી ઈવેન્ટ ગ્રુપના નામથી રસીદ આપવામાં આવી હતી. ડિસેમ્બર-2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે. તેમણે ફોન પણ સ્વીસ ઓફ કરી દીધો છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરુ કરી છે. ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા છે. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા છે. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી છે.  

Continues below advertisement

આયોજકો ફરાર થતા વરરાજા વહુ અને જનેયા  રજડી પડ્યા છે. લગ્નના વીડિયોગ્રાફીનો ઓર્ડર પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. એબીપી અસ્મિતા પર વીડિયોગ્રાફી કરનાર સુરેશભાઈએ દાવો કર્યો કે, રૂદ્રાક્ષ વીડિયોનો ઓર્ડર ગઈકાલે જ આયોજકોએ રદ્દ કરી દીધો હતો. ગઈકાલે ભજનનો કાર્યક્રમ પણ રદ્દ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પર કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાનો આરોપ લગાવવાાં આવ્યો છે.

તો બીજી તરફ આયોજકોએ લગ્નોત્સવની કંકોત્રીમાં દુનિયાભરનો દેખાડો કર્યો હતો. હર્ષા બારોટ અને રાહુલ બારોટ હાજર રહેવાનો દાવો કરવામાં આવ્યો હતો.લગ્ન ગીતોના સુરો રેલાવતા રેલાવતા લગ્ન કરાવી દેવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભજન અને સંતવાણીનું પણ આયોજનનો  દાવો કરાયો હતો. ખાલી મોટા મંડપ બાંધ્યા અને આયોજકો  ફરાર થઈ ગયા.

આ પણ વાંચો....

Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....