રાજકોટ: રંગીલા રાજકોટમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી રાધિકા ધામેચાએ આત્મહત્યા કરી લીધી છે.
રાધિકા ધામેચા ઈન્સ્ટાગ્રામ પર તોફાની રાધા તરીકે જાણીતી છે
તમને જણાવી દઈએ કે, રાધિકા ધામેચા ઈન્સ્ટાગ્રામ પર તોફાની રાધા તરીકે જાણીતી છે. રાધિકા હર્ષદભાઈ ધામેચાની ઉંમર 26 વર્ષની હતી. જોકે, રાધિકાએ આ પગલું કેમ ભર્યું તેની માહિતી સામે આવી નથી. રાત્રીના સમયે ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.તોફાની રાધા રૈયા રોડ પર તુલસી માર્કેટની સામે પરિવારથી અલગ રહેતી હતી.
રાધિકા તાજેતરમાં જ તે ગોવા ફરવા માટે ગઈ હતી
તો બીજી તરફ એવી માહિતી સામે આવી છે કે, રાધિકા તાજેતરમાં જ તે ગોવા ફરવા માટે ગઈ હતી. રાધિકાએ આત્મહત્યા પહેલા તેના પિતાને ફોન કર્યો હતો. પિતાને ફોન કરીને કહ્યું ' હું જાવ છું'. જો કે, તેમના પિતા ત્યાં પહોચે તે પહેલા જ રાધિકાએ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનિય છે કે, ઈન્સ્ટાગ્રામ પર રાધિકાના હજારો ફોલોઅર્સ છે. રાધિકાએ અચાનક આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ તપાસ બાદ જ તેમના આત્મહત્ય કરવા પાછળનું સાચું કારણ બહાર આવશે.
જો કે, અચાનક રાધિકાએ આ પગલું કેમ ભર્યું તે પણ ચર્ચાનો વિષય છે. પોતાના પરિવારથી અલગ રહેતી રાધિકાના પગલાથી સૌ કોઈ ચોંકી ગયા છે. તો બીજી તરફ 26 વર્ષીય પુત્રીની વિદાઈથી પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ છે.
આ પણ વાંચો....