રાજકોટ: ગુજરાત કોંગ્રેસ દ્વારા પોરબંદરથી સાબરમતિ આશ્રમ અને દાંડીથી સાબરમતિ આશ્રમ સુધી ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પત્રકાર પરિષદ રાજકોટમાં યોજાઇ હતી. જેમાં પરેશ ધાનાણીએ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના કોંગ્રેસ પ્રવેશ મામલે નિવેદન આપ્યું હતું.



પરેશ ધાનાણીએ કહ્યું, કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા સૌ કોઇને કોંગ્રેસ આવકારશે. પરેશ ધાનાણી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કૉંગ્રેસમાં ફરી સામેલ થાય તેવા સંકેત આપ્યા હતા.

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા આડકતરી રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ મામલે લીલી ઝંડી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ઇન્દ્રનીલના કોંગ્રેસ પ્રવેશ મામલે કોર્પોરેટરોએ ગાંધીનગર અમિત ચાવડાને રજૂઆત કરી છે. તેમજ દિલ્હી રાજીવ સાતવને પણ મળ્યા હતા.