Naresh Patel: રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં નરેશ પટેલથી લઈને અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન નરેશ પટેલે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર થયેલા હુમલાને નિંદયનીય ગણાવ્યો હતો અને ટૂંક સમયમાં મહાસભા યોજવાની જાહેરાત કરી હતી. આ વિધાનસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


 મનોજ સોરઠીયા પર થયેલા હુમલા અંગે નરેશ પટેલે આપ્યું નિવેદન
ઘણા લાંબા સમય બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે મીડિયા સમક્ષ બોલ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન આપ્યું હતું. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હાજરી આપી હતી. 


શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ કાર્યક્રમમાં મીડિયા સાથે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે વાત કરી હતી. સુરતમાં મનોજ સોરઠીયા પર હુમલો નિંદનીય ગણાવ્યો હતો. ચૂંટણી નજીક આવી છે ત્યારે આ પ્રકારે હુમલાઓ કરવા યોગ્ય નહીં. પાટીદાર મતદારોને પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદારોને જ ટિકિટો આપવામાં આવે છે. ટિકિટો કોને આપવી તે નિર્ણય રાજકીય પાર્ટીઓ કરતી હોય છે તેમાં હું ખાસ કોઈ કોમેન્ટ નહિ કરું.


નોંધનિય છે કે, વાર્ષિક સાધારણ સભા સમયે 75 બાળકોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને ચેક આપવામાં આવ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. લેહુવા પાટીદાર અને કડવા પાટીદાર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ અને કડવા પાટીદાર સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા.


સુરતમાં કેજરીવાલે મહાઆરતીમાં લીધો ભાગ
દિલ્લી સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે તેઓ સુરત પહોંચ્યા હતા. જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું તેમાં મહાઆરતીમાં ભાગ લીધો હતો. બાદમાં હાજર જનમેદનીને સંબોધિત કરી હતી.  અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનની શરૂઆત જય ગણેશ દેવાની સ્તુતિ સાથે કરી હતી. તેમણે કહ્યું, સુરતમાં વાયબ્રેશન છે, ખુદ ભગવાન મોજુદ છે. તમામ લોકોએ જોયું છે. મનોજ સોરઠીયા પર કરવામાં આવેલા હુમલા અંગે પણ નિવેદન આપ્યું હતું. આપ ગરીબોની સેવા કરી રહ્યું છે. અમારા કાર્યકર્તાઓ કેમ હુમલા કરવામાં આવે છે, ભગવાન પ્રભુ ખુદ કહે છે, જે લોકો સાચા માર્ગે ચાલે છે તેમને મુશ્કેલી આવે છે. આપણે સચ્ચાઈ માર્ગ પર ચાલવાનું છે. આપણે ગણપતિ સામે શપથ લઈએ, આપણે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બને દરેક વ્યક્તિ ખુશ હોય, ગરીબી દૂર થાય, તમામને શિક્ષણ મળે ત્યારે ભારત નંબર 1 બનશે. આપણે સૌ બહાદુર છીએ, પણ સિસ્ટમ ખરાબ છે એને બદલીશું.