Rajkot: રાજકોટમાં લગ્નમાં દારૂ પીરસાયો હોવાનો વિડીયો વાઇરલ થતા ખળભળાટ મચ્યો છે. તિરંગા ફિલ્મના ગીત પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝૂમતા નજરે પડ્યા છે. પીલે પીલે ઓ મેરે રાજા ગીતની કડી પર દારૂની બોટલ સાથે જાનૈયાઓ ઝૂમતા નજરે પડ્યા હતા. કથિત દારૂ પાર્ટીના વિડીયોને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. એક વીડિયોમાં વરરાજાને બંદૂક આપવામાં આવતી હોય તેવા દ્રશ્યો પણ કેદ થયા છે. વાયરલ વીડિયોમાં ગુનાહિત કૃત્યોમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલો સખ્શ પણ દેખાતો હોવાની ચર્ચા છે. તાજેતરમાં ભાઈના લગ્ન અંતર્ગત પેરોલ પર છૂટ્યો હોવાની ચર્ચા છે.


 



500 રૂપિયા, દારૂ-ચવાણું લઈને મતો આપ્યા


ગાંધીનગરના ભાજપના કોર્પોરેટરનો ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં  વાયરલ વીડિયોમાં 500 રૂપિયા, દારૂ અને ચવાણું લઈને મતો આપ્યાનો ઉલ્લેખ છે. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર ભરત ગોહિલ અને બાબુલાલ નામની વ્યક્તિની ઓડ઼િયો ક્લિપ વાયરલ થઇ છે,


500-500 રૂપિયા અને દારૂ, ચવાણું આપ્યું એટલે મત આપ્યા


ઉલ્લેખનિ છે કે.,વણજારા સમાજના આગેવાન બાબુલાલે કોઈ કામ માટે ભરત ગોહિલને કરેલા ફોનનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં   તારા સમજે 500 રૂપિયા, દારૂ અને ચવાણું લઇને મત આપ્યાનો કોર્પોરેટરનો જવાબ  સાંભળવા મળે છે. ઓડિયો ક્લિપમાં ના સંવાદ પર નજર કરીએ તો “ બોલો બાબુલાલ.....તમે કોર્પોરેટર બન્યા પણ કામના નહિ....તમને શા માટે ચૂંટી લાવ્યા....કોણ અમારા વણજારા સમાજે નહિં ચૂંટ્યા તમને......કોણે ચૂ્ટ્યાં વણજારા સમાજને 500-500 રૂપિયા અને દારૂ, ચવાણું આપ્યું એટલે મત આપ્યા છે”


જોકે આ ઓડિયો ક્લિપ  વાયરલ થયા બાદા કોર્પોરેટ ભરત ગોહિલે  ઓડિયો ક્લિપને ફેક ગણાવી છે અને પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, મારે બાબુલાલ સાથે કોઇ ટેલિફોનિક વાતચીત જ નથી થઇ. અમારી બંને વચ્ચે જે પણ વાતચીત થઇ તે માત્ર રૂબરૂમાં જ થઇ છે,. કોર્પોરેટ ભરત ગોહેલે કહ્યું કે આ માત્ર રાજકિય કિન્નાખોરી રાખીને ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ભરત ગોહિલે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, ઓડિયોમાં મારો અવાજ પણ નથી. જો કે આ વાયરલ વીડિયોની એબીપી અસ્મિતા પુષ્ટી કરતી નથી પરંતુ હાલ આ વાયરલ વીડિયો  અનેક સવાલ ચોક્કસ ઉભા કરે છે.