રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં 22 દર્દીઓના મોત થતા ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. જોકે, ડેથ ઓડિટ પછી કોરોનાથી કેટલા લોકોના મોત થયા છે, તેનો આંકડો સામે આવશે.


રાજ્યમાં ગઈ કાલે કોરોના વાયરસના 1272 કેસ નોંધાયા હતા અને વધું 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2978 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15072 એક્ટિવ કેસ જેમાંથી 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14986 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધી 74551 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 92,601 પર પહોંચી છે.

રાજ્યમાં ગઈ કાલે કુલ 1050 દર્દી સાજા થયા હતા અને 75,800 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 21,21,751 ટેસ્ટ કરવામાં આવ્યા છે.